- ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ રેન્દ્ર મોદીના નામે છે
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા(rathyatra) નીકળી છે ત્યારે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિહિંદ વિધિ કરી હતી. રથયાત્રામાં આ પહિંદવિધિનું ખુબ જ મહત્વ હોય છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે છે તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે.
PM નરેન્દ્ર મોદીએ 12 વર્ષ સુધી પહિંદ વિધિ કરી છે
વર્ષો પહેલા જ્યારે રાજાશાહી હતી અને રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણવામાં આવતા તેથી આ હક્ક રાજાને મળતો હતો જ્યારે હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. રથયાત્રા પૂર્વે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી બાદમાં ભગવાન રથમાં બિરાજીને નગરચર્ચા કરવા નીકળે છે. આજે ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. આ પહેલા ગત વર્ષે પણ તેમણે જ આ વિધિ કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2002થી લઈને વર્ષ 2013 સુધી કુલ 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી.
Live: અમદાવાદમાં 146 મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ સંપન્ન કરી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ https://t.co/ukBFZ6sNKM
— CMO Gujarat (@CMOGuj) June 20, 2023
વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાઇ
આજે રથયાત્રા પૂર્વે વહેલી સવારે લાખો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.