@સોહીલ ધડા, ઝાલોદ
ઝાલોદ તાલુકાના ટાડાગોળા ગામે યુવતી અન્ય યુવક સાથે ફરાર થી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારે યુવકના ઘરના એ આગ ચાંપી હતી. છોકરીના પરિવારના લોકોએ આ મુદ્દે ધિંગાણુ મચાવયુ હતુ.
ટાડાગોળા ગામે છોકરી ના પરિવાર દ્વારા ધીંગાણુ મચાવી છોકરાના ઘરને આગ ચાંપી દેવાઈ હતી તેમજ ઘરવખરી પશુઓને પણ નુકસાન પહોંચાડવા આવ્યુ હતુ. છોકરી ભાગી અન્ય યુવક સાથે ભાગી જતા પરિવારના લોકોમા આક્રોશ જોવા મળ્યો હોવાના કારણે છોકરાના ઘરે જઈ મકાનમા તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી સમગ્ર ઘટના છોકરી નાસી જતા છોકરીના પરિવારમા અતિશય ગુસ્સો હોવાના કારણે પરીજનોએ છોકરાના મકાનમાં કરી તોડફોડ કરી તેમજ આગ ચાંપી દીધી હતી. મકાનની સાથે સાથે પશુઓને પણ નુકસાન પહોચાડવામા આવ્યુ હતુ
આ ઘટનામાં મકાન સળગતા અંદર રાખેલ બે બળદ, ત્રણ ગાય સહીત એક વાછરડાંનું આગમાં બળી જતા મોત થયું હતું. સમગ્ર ઘટના વિશે ચાકલીયા પોલીસ ને જાણ થતા ડીવાયએસપી સહીત નો સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરાતા ધટના સ્થળે પહોંચી આગને કાબુમા મેળવી લીધી હતી.