@RUTUL PRAJAPATI, ARVALLI
સામાન્ય રીતે લોકો પોલીસ મથકથી દૂર ભાગતા હોય છે અને પોલીસથી તો ખાસ. પરંતુ એવામાં ભિલોડા પીએસઆઇની માનવતા સામે આવી છે. ભિલોડા પોલીસ મથકના પીએસઆઇ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં બાઈક ને પસાર થતો યુવક સ્લીપ ખાઈ ગયો હતો.
પીએસઇએ પોતાની માનવતા દાખવી કાર ઉભી રાખી હતી. અને ઘાયલ યુવકે હોસ્પિટલ પહોંચતો કર્યો હતો. બાઈક સ્લીપ ખાતા યુવક ઘાયલ થયો હતો. બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા થઇ હતી. પી.એસ.આઈ. એચ. ડી. સેલારની માનવતાભરી કામગીરી સામે આવી છે. ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો હતો.