ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંપીજીવીસીએલનું રેઢિયાળ તંત્ર ચાલી રહ્યુંછે. સાત કિમીની મર્યાદામાં વસેલા આ શહેરમાં છેલ્લા 30 વર્ષથી એક જ કોલ સેન્ટર કાર્યરત છે., લાઈટ જવા કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક ફોલ્ટના સમયે ફદરીયાદીઓ ક્યાં કોલ કરવો તેને લઇ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
જિલ્લા સમાન શહેરની અંદર માત્ર ને માત્ર એક જ કોલ સેન્ટર છે. છેલ્લા 30 વર્ષથી મહુવામાં પીજીવીસીએલનો ફરિયાદ માટે એકજ કોલ સેન્ટર આવેલું છે. અંદાજે સાત કિલોમીટર ની ત્રિજ્યા માં શહેર જોડાયેલું છે. વિકાસ ગતિ પકડી રહ્યોછે. પરંતુ યુજીવીસીએલ હજુ પણ એજ ગતિએ ચાલી રહ્યું છે. શહેરમાં વીજ ધારકોની સંખ્યા સતત વધી રહી છે. ફરિયાદીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેરની અંદર ઈલેક્ટ્રીક સિટીમાં ફ્લોટ આવે ત્યારે ફરિયાદ કેન્દ્ર કરવાની હોય પરંતુ કોલ સેન્ટર નો ફોન સતત બીજી હોવાથી ફરિયાદી રૂબરૂ આવેછે.
ચોમાસા જેવી ઋતુ ની અંદર વીજળી પુરવઠાને લઈને ફરિયાદ માટે અનેક તકલીફો પડે છે. હાલ પરિસ્થિતિમાં તંત્ર ધ્યાન આપીને બીજું કોલ સેન્ટર કરે અને ગ્રાહકોનો સંતોષ મળે. એવી વ્યવસ્થા ઊભી કરે આ કોલ સેન્ટર મહુવા ના જુના ગામ વિસ્તારમાં આવેલું છે. સોસાયટીના રહીશોને અંદાજે ત્રણ કિલોમીટર માટે અહીં આવવું પડે છે. ઘરેથી ટેલીફોન થી ફરિયાદ થતાં પરંતુ ફોન અત્યંત વ્યસ્ત હોવાથી પબ્લિકોને તકલીફોનો સામનો કરવો પડે છે.
@રીપોર્ટર અરશદ દસાડીયા મહુવા