@કાર્તિક વાજા ઊના
ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં નૌસાલ બેમિશાલ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપના નિયત કાર્યક્રમ મુજબ તેમજ જીલ્લા ભાજપની સુચના અનુસાર સમગ્ર રાજ્યમાં એકી સમયે વિશેષ જનસંપર્ક અભિયાન ઉના વિધાનસભા ભાજપ દ્વારા બુથ વિસ્તારક કાર્યશાળાનું આયોજન ઉના નગરપાલિકા સભાખંડમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં ઉપસ્થિત ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના દરેક બુથના પ્રમુખ તથા બુથ વાઈઝ વિસ્તારકોને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલા તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી ઓનલાઇન વર્ચ્યુઅલ માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યશાળાને સંબોધતા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, આપણી ભારતીય જનતા આવડું વટવૃક્ષ બનાવવા માટે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સહિત મહાપુરૂષોએ બલીદાન આપ્યા છે. ત્યારે આજે આપણી ભાજપ પાર્ટી વિશ્વની સૌથી પાર્ટી અને પરિવાર બની છે. આજે એ વિરલ વિભૂતિ યાદ કરી તેના ચરણોમાં શ્રધ્ધા સુમન અર્પણ કરીએ છીએ. આ કાર્યશાળામાં ધારાસભ્ય કે સી રાઠોડ, જીલ્લા ભાજપના મહામંત્રી વિશાલભાઈ વોરા, ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાભી, પ્રકાશભાઈ ટાંક, રામભાઈ વાઢેર તથા જીલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યઓ, ઉના નગરપાલિકાના સદસ્યઓ તથા શહેર પ્રમુખ મિતેષભાઈ શાહ, તાલુકા પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, સંગઠનના હોદેદારો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે આગામી તા. 25, 26, 27 આમ ત્રણ દિવસ સુધી ભાજપના બુથ વિસ્તારકો તથા બુથ પ્રમુખઓ ઉના વિધાનસભાના 280 બુથમાં પ્રચંડ લોક સંપર્ક અભિયાનમાં નિકળી અને દરેક ઘરે ઘરે ફરીને નરેન્દ્રભાઈ મોદી સરકારની નવ વર્ષની ઐતિહાસિક કામગીરી અંગે લોકોને જાણકારી આપશે…
organ donation: માર્ગ અકસ્માતમાં જીવન ગુમાવનારા કંચનબેન અંગદાન થકી પાંચને નવજીવન આપતા ગયા
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?