ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની ચાર દિવસીય સરકારી મુલાકાત પુરી થઈ છે. અમેરિકામાં મોદીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુંછે. મોદીના 9 વર્ષના કાર્યકાળમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે તેમને અમેરિકન રાષ્ટ્રપતિએ રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપ્યું. મોદીની ચાર દિવસીય અમેરિકા મુલાકાત એ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. 22 જૂને પીએમ મોદી કોંગ્રેસ ઓફ અમેરિકાના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું. જ્યાં તેમના ભાષણની ભારોભાર પ્રસંશા કરવામાં આવી હતી.
જો કે આવી તક પીએમ મોદી પહેલા પણ અન્ય વડાપ્રધાનોને મળી ચુકી છે. પરંતુ આ બધામાં ફરક એટલો જ છે કે પીએમ મોદીને આવું સન્માન બીજી વાર મળ્યુંછે. અગાઉ પણ તેઓ અમેરિકાની સરકારી યાત્રાએ ગયા હતા. અને અમેરિકી સંસદને સંબોધી હતી.
પીએમ મોદી અગાઉ ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ વિન્સ્ટન ચર્ચિલ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને યિત્ઝાક રાબિનનો સમાવેશ થાય છે. વિન્સ્ટન ચર્ચિલે યુએસ કોંગ્રેસને ત્રણ વખત સંબોધન કર્યું હતું. ચર્ચિલે વર્ષ 1941, 1943 અને 1952માં યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. નેતન્યાહુએ યુએસ કોંગ્રેસને ત્રણ વાર અને યિત્ઝાક રાબિને બે વાર સંબોધન કર્યું છે. પીએમ મોદીની અમેરિકા મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઓળખ આપવા માટે યાદગાર બની રહેશે.
ચર્ચિલને બીજા વિશ્વ યુદ્ધના હીરો માનવામાં આવે છે. 1940ના દાયકાની શરૂઆતમાં જ્યારે સમગ્ર યુરોપે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની સેના સામે હાર માની લીધી હતી, તે સમયે બ્રિટિશ પીએમ વિન્સ્ટન ચર્ચિલે હાર ન માની અને જર્મની સામે લડવાની હિંમત બતાવી અને અંતે જર્મનીનો વિજય થયો. એવું માનવામાં આવે છે કે જો ચર્ચિલ ન હોત તો હિટલરે દુનિયાનો નકશો હંમેશ માટે બદલી નાખ્યો હોત.
સાથે જ દક્ષિણ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાને રંગભેદ સામેની લડાઈ માટે હંમેશા યાદ કરવામાં આવશે. નેલ્સન મંડેલા, જેમણે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને બે વાર એટલે કે 1990 અને 1994 માં સંબોધન કર્યું હતું, તેમને દક્ષિણ આફ્રિકાની રંગભેદી સરકાર દ્વારા 27 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ આખરે તેઓ તેમના દેશમાં રંગભેદનો અંત લાવવામાં સફળ થયા હતા.
વિશ્વના આવા બે મોટા નેતાઓની જેમ હવે ભારતના પીએમ મોદી પણ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કરી છે. અમેરિકાએ મોદીને વિશ્વના મોટા નેતા તરીકે સ્વીકાર્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ એ જ અમેરિકા છે જેણે નરેન્દ્ર મોદીને ઘણા વર્ષો સુધી અમેરિકા આવવા માટે વિઝા પણ આપ્યા ન હતા. અને આજે પીએમ મોદીના સન્માનમાં લાલ જાજમ બિછાવી છે.
કદાચ હવે અમેરિકા પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી સંપૂર્ણપણે વાકેફ થઈ ગયું છે. આ પહેલા પણ ભારતના પાંચ પીએમ યુએસ કોંગ્રેસને સંબોધિત કરી ચૂક્યા છે. દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહને એક-એક વાર આ તક મળી છે, પરંતુ યુએસ કોંગ્રેસને સંબોધવા માટે મોદીને ફરીથી આમંત્રણ આપી અમેરિકાએ સાબિત કરી આપ્યું છે કે ‘મોદી ઇઝ બ્રાન્ડ’
વૈશ્વિક મીડિયાએ પણ પીએમ મોદીની મુલાકાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સમાચાર અનુસાર, અમેરિકન ધારાસભ્યોએ ગૃહમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જ્યારે પીએમ મોદી સ્ટેજ તરફ આગળ વધ્યા તો ગેલેરીમાં કેટલાક લોકોએ તેમના નામ પર નારા લગાવવાનું શરૂ કર્યું, ઘણા સાંસદો તેમની સાથે હાથ મિલાવવા માટે કતારમાં ઉભા હતા.
વોશિંગ્ટન પોસ્ટના સ્ટાઈલ વિભાગમાં પણ વડા પ્રધાન મોદીનો વ્હાઈટ હાઉસ ખાતે ભવ્ય સ્ટેટ ડિનરમાં પ્રેસિડેન્ટ બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેન સાથે ઊભા રહેલા અડધા પાનાનો ફોટો મૂકવામાં આવ્યો હતો.
તો યુએસ કોંગ્રેસને સંબોધન દરમિયાન ધારાસભ્યોને ‘નમસ્તે’ સાથે શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના પહેલા પાના પર દેખાયો છે.
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?