@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
થાનગઢ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા દિવસે કથડતી જતી હતી ત્યારે થાનગઢ ના આગેવાનોએ ગાંધીનગર ખાતે અને રેન્જના આઈજી ને થાનગઢ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યોને સાથે લઈને રજૂઆત કરવામાં આવી હતી કે થાનગઢ ની અંદર થોડાક અધિકારી ને મૂકવાની માંગ કરવામાં આવી હતી જ્યારે જિલ્લાના એસપી દુધાત સાહેબે થાનગઢ ની અંદર તાત્કાલિક ધોરણે પીઆઇ ને બદલાવીને નવા પીઆઇ તરીકે એમ વી વલભી મેડમને મૂકીને થાનગઢ ની અંદર કાયદો વ્યવસ્થા ચઢાવવા માટે અને કડક હાથે કાર્યવાહી કરવા માટે મૂકવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા આઠ દિવસની અંદર અનેક જગ્યાએ દારૂ જુગારની રેડ કરવામાં આવી હતી અનેક માથાભારે સુક્ષોને ધરપકડ કરીને જે લવારે કરવામાં આવ્યા હતા થાનગઢ ની અંદર તમામ લોકોને કડક સંદેશ દેવામાં આવ્યો હતો કે કોઈપણ લોકો કાયદો તોડવામાં આવશે તો તેની સામે કડક હાથે પગલા લેવામાં આવશે અનેક લુખ્ખા તત્વો ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું માહિતી મળી રહે છે ત્યારે આજરોજ હિટરનગર-2ની ખુલ્લી જગ્યામાં વિદેશીદારૂ કટીંગ થાય પહેલા પોલીસ ત્રાટકી: 6 શખ્સો ઝડપાયા
થાનગઢ પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન દારૂ અંગે બાતમી મળી હતી.આથી શહેરના હિટરનગર-2માં તપાસ કરતા જાહેરમાં દારૂનુ કટીંગ કરતા 6 શખ્સને ઝડપી લેવાયા હતા.તેમની પાસેથી વિદેશીદારૂ,બીયર, 2 કાર, 3 મોબાઇલ, સહિત રૂ.8,21,600નો મુદામાલ જપ્ત કરાયો હતો.
થાનગઢમાં વધતી દારૂની બદીને નેસ્તો નાબુદ કરવાની સુચનાને લઇ પોલીસ ટીમો બનાવી પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી.થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન હિટરનગર -2માં દારૂનુ કટીંગ થતુહોવાની બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે તપાસ કરતા કારમાંથી બીજી કારમાં દારૂની બોટલ મુકતા શખ્સો જણાયા હતા.આથી થાન નળખંભાના યુવરાજભાઇ દડુભાઇ ખાચર, થાન હિટરનગરના અમીતભાઇ ખીમજીભાઇ નંદાસરા, થાન સર્વોદય સોસાયટીના સુરભા ભીખુભા ગાદ, થાનના યશપાલસિંહ રાણા, થાનના ચંન્દ્રસિંહ રાણા, મૂળી રાયસંગપરના રામદેવસિંહ ને ઝડપી પડાયા હતા.તેમની પાસેથી વિદેશી દારૂ ,બિયર, 2 કાર, 3 મોબાઇલ સહિત રૂ.8,21,600નો મુદામાલ જપ્ત કરાયો હતો.અને તમામ સામે દારૂ અંગે ગુનો નોંધાયો હતો.આ કાર્યવાહીમાં પીઆઇ આઇ.બી.વલવી, પીએસઆઇ એ.એમ.ચુડાસમા, એએસઆઇ સહદેવસિંહ, જયેશભાઇ, રામભા, મનોજકુમાર, દિલિપભાઇ, કરશનભાઇ સહિત પોલીસ ટીમ જોડાઇ હતી.