◆ ચાર તરુણ શ્રમિક બાળમજૂરી કરતા મળી આવતા સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ
@મોહસીન દાલ,ગોધરા
પંચમહાલ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા ગોધરા ખાતે ટાસ્ક ફોર્સ રેડ કરવામાં આવી હતી. સદર રેડ દરમ્યાન સંસ્થા શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા, બામરોલી બાયપાસ ચોકડી, બરોડા-ઇન્દોર-સ્ટેટ હાઇવે, ગોધરા, જી. પંચમહાલ ખાતે ચાર તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતુ હતુ. જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તરૂણ શ્રમિકો હોવાનું જણાઈ આવેલ હોઈ તરૂણ શ્રમિકોને કામે રાખનાર સંસ્થા અને તરૂણ શ્રમિકોનાં નિવેદનો લઇને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં પંચમહાલ જીલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત એમ.જે.સોની, સરકારી શ્રમ અધિકારી પી.કે.બારીઆ, સમાજ સુરક્ષા કચેરી ગોધરાના પુષ્પન્દ્રકુમાર, બાળ સુરક્ષા એકમ, ગોધરા ચીરાગભાઈ જોડાયા હતા. સંસ્થા હોટેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા, બામરોલી બાયપાસ ચોકડી, બરોડા- ઇન્દોર- સ્ટેટ હાઇવે, ગોધરા, જી. પંચમહાલના માલીક વિરુદ્ધ નિયમોનુસાર બાળ અને તરૂણ શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ હેઠળ પૂર્તતા ન કરવાના કિસ્સામાં, નિયમોનુસાર સંસ્થા અને ત્રણેય ભાગીદારો વિરદ્ધ ફોજદારી કેસોની કાર્યવાહી કરવામાં આવી હતી.