@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા છ લાખ બેતાલીસ હજારનાં મેફેડ્રોનના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા સાત લાખ ઓગણીસ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે બે શખ્સોને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
એસ.ઓ.જી.એ પોતાના ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે એ.એસ.આઇને બાતમી મળેલ કે, સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી વાળા બંન્ને અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે આવેલ પાનેલી રોડ જે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર ભેગો થાય છે તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે. અને આજે તે એક નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઇ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે સર્વીસ રોડ ઉપર પોતાના તેના ગ્રાહકોને વેચાણ કરવા જનાર છે. જે મળેલી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઈને વોચ ગોઠવી તપાસમાં રહેતા સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોય રહે. ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે તા.વાંકાનેર જી.મોરબી. મુળ આરબ જમાતખાના પાસે, કાલાવડ નાકા બહાર જામનગર
તથા રજાકભાઇ ઉર્ફે લાલો આમદભાઇ પરમાર રહે. માધાપર-૧૪ મોરબી તા.જી.મોરબીવાળા પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૬૪.૨૦ ગ્રામ કિંમત રૂપિયા છ લાખ બેતાલીસ હજાર તથા મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ત્રણ હજાર તથા રોકડા રૂપીયા ચાર હજાર ચારસો સાંઇઠ તેમજ હોન્ડા સાઇન નંબર પ્લેટ વગર મોટર સાયકલ કિંમત રૂપિયા સીત્તેર હજાર મળી કુલ રૂપિયા સાત લાખ ઓગણીસ હજાર ચારસો સાંઇઠ ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ., એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરીને સદરહુ શખ્સોની ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. તેમજ તપાસ દરમ્યાન અન્ય એક શખ્સ જુનેદભાઈ હનીફભાઇ પરમાર રહે. માધાપર શેરી નં -૫ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.