@રીપોર્ટર અરશદ દસાડીયા મહુવા
bull fight: ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં રખડતા ઢોર એક મોટી સમસ્યા બની રહીછે. પછી તે ગાય-ભેંસ, હોય કે મપચી આખલા કે કુતરા. દરેક જિલ્લામાં આ પ્રાણીઓ રોડ પર મોટી સમસ્યા બની રહ્યા છે. અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. હાલમાં ભાવનગરના મહુઆ તાલુકામાં ભરબજારે બે આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું. ભાર બજારે જાહેર માર્ગ ઉપર બે આખલા સામસામે આવી ગયા હતા. આ ઘટના જોઈ ત્યાં હાજર લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.
મહુવાના જાહેર માર્ગો પર આખલાઓનુ યુદ્ધ જામ્યુ pic.twitter.com/lrAYHSJMM9
— 1nonlynews.com (@1nonlynews) June 29, 2023
મહુવા સરકારી હોસ્પિટલો પાસે બે આખલા સામસામે બાખડતા લોકોના શ્વાસ તાળવે ચોટયા હતા. આખલા બાખડતા ગાડીઓને નુકસાન કર્યું હતું. જ્યારે બાઈક પર નીકળેલ રાહદારીઓ રસ્તાઓ વચ્ચે જ પોતાની ગાડીના પૈડાઓ થભાવી દીધા હતા. ચોમાસાની સિઝનમાં તંત્ર દ્વારા કોઈપણ અગમ પગલાઓ લઈ રખડતા ધોરણે જાહેર માર્ગ પરથી દૂર કરવા લોક માંગ કરી રહ્યા છે
Manipur Violence: મણિપુરમાં ‘કુકી’ અને ‘મીતેઈ’ વચ્ચે હિંસાનું કારણ શું છે?
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ