@મોહસીન દાલ, ગોધરા
ગુજરાત રાજ્ય સહિત અનેક જિલ્લાઓ અને શહેરોમાં પણ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.અને ગોધરા શહેરમાં પણ ગઈકાલથી ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ગોધરા શહેરમાં ચોમાસાના પાણીનો કાયમી નિકાલ ન કરવામાં આવતા અનેક જગ્યાઓએ આ વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે રહીશોને મુશ્કેલી પડી રહી છે.
છેલ્લાં 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવાર તથા ગુરુવારે પડેલ વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોધરા શહેર ધમાકેદાર વરસાદ વરસતા પશ્ચિમ વિસ્તારના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરીને રાત્રે ઉજાગરા કરવાનો સમય આવ્યો હતો. ત્યારે અમુક લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતા જાતે જ સાફ સફાઈ કરતા નજરે ચડ્યા હતા.
બીજી તરફ સિગ્નલ ફળીયા રેલવે ગરનારા સહીત આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા ગરનાળાને થોડી વાર માટે બંધ કરવાની જરૂર પડી હતી. લીલેસરા માર્ગની આસપાસની સોસાયટીઓ, ગોંદરા ફોદા કમ્પાઉન્ડ, છકડાવાડ પાસે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. તેમજ આ વિસ્તારોમાં ચોમાસાના વરસાદી પાણીનો કાયમી નિકાલ ન હોવાને કારણે દર વર્ષે આ પરિસ્થતિ ઉભી થતી હોય છે. તેમ છતા તંત્ર દ્વારા ચોમાસાના વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી તેને લઈને આ વિસ્તારના સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે નારાજગીઓ સાથે રોષ ભભૂકતો જોવા મળ્યો હતો.
ગોધરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશોને મુશ્કેલીઓ..
Related Posts
Add A Comment