પરિવાર માં શોક નો માહોલ ઘટના ને લઈ વિસ્તાર માં ગમગીની
પાટણ partho pandya
હારીજ ના ધુનિયા વિસ્તાર માં આવેલ ભરવાડ વાસ માં રહેતા એક પરિવાર પર આભ તુટી પડ્યું 6 વર્ષીય કુમળું બાળક ઘર આગળ રાખેલ પાણી ની કુંડી માં પડી જતાં બાળક ડૂબી જતાં મોત થયું હતું આ ઘટના બનતા પરિવાર માં તેમજ આજુબાજુ વિસ્તાર માં શોક છવાયો હતો આ અંગે પ્રાત વિગતો અનુસાર હારીજ ના જસકા રોડ પર જ્યાં પશુપાલકો નો વસવાટ છે અને અહી ઢોર ઢાખર નું વિશેષ પ્રમાણ છે અને પશુ પાલકો ના ઘર પાસે પશુઓ ને પીવા ના પાણી ની વ્યવસ્થા અંતર્ગત કુંડી ટાંકીઓ બનાવવા માં આવી છે ત્યારે પશુપાલક ભીખાભાઈ ભરવાડ નો પુત્ર શિવમ
છ વર્ષીય બાળક પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલ પાણીના હોજમાં પડી જતાં મોત નિપજ્યું હતું
બાળ મંદિરમાં અભ્યાસ કરતો હતો બાળક ઘર માં હતો અને એકા એક તે તેની માતા તેમજ પરિવાર ની નજર ચૂક થતા તે રમવા બહાર જતો રહ્યો હતો અને ઘણો સમય વીતવા છતાં બાળક ઘર માં નજરે નહિ પડતા માતા તેમજ ઘર ના સભ્યો એ સોધ ખોળ શરૂ કરેલ અને સોધતા સોધતા બાળક કુંડી માં નજર આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને બાળક ને બહાર કાઢી દવાખાને લઈ જવા માં આવ્યું હતું ત્યારે ફરજ પર ના ડોકટરે મૃત જાહેર કર્યું હતું
પરિવારમાં બે ભાઈઓને બે બહેન માતા-પિતા પરિવાર સાથે રહેતા હતા
માતા રસોડા માં ઘરમાં કામ કરતી હતી ત્યારે બાળક નહિ દેખાતા તેની માતા દ્વારા શોધખોળ કરતા બાળક પાણીના હોજમાં તરતું જોવા મળ્યું હતું