@સોહિલ ધડા, ઝાલોદ
ગતરોજ રાત્રિના સમયે ઝાલોદ નગરના યુવાનો બર્થ ડેની ઉજવણી કરી ઘરે પરત ઘરે ફરતી વેળા ઝાલોદ નજીક સાંપોઈ પાસે ભયંકર અકસ્માત નડતા બે યુવાનોનુ અકસ્માત મોત નિપજયુ હતુ તેમજ અન્ય મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે દાહોદ ખસેડવામા આવ્યા હતા
ઇનોવા ગાડી ચાલકનુ સ્ટીયરિંગ પર કાબુ ન રેહતા ગાડી પલટી જવાના કારણે અકસ્માત સર્જાયો તેવી વિગતો સામે આવી રહી છે
પાંચ મિત્રો તેમના પૈકી એક મિત્રના જન્મ દિવસની ઉજવણી કરી કારમાં પરત જઈ રહ્યા હતા. ત્યારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે પલટી ગઇ હતી. જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે.
પ્રાથમિક જાણકારી અનુસાર અંશુલ દિલીપસિંહ રાઠોડ (ઉવ 21), અંકુર ઉર્ફે કાનો ધર્મેન્દ્રભાઈ લખારા (ઉવ 18), જીગર ઉર્ફ રાજ ધર્મેન્દ્રસિંહ લખારા (ઉવ 20), દેવ કલપેશભાઈ ચૌહાણ (ઉવ 18) અને શેહબાજ એમ પાંચેય મિત્રો જીગર લખારાનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી માટે એકત્રિત થયા હતા. જન્મ દિવસની ઉજવણી હોંશે હોંશે સંપન્ન કરી એક કારમાં તમામ હસતા હસતા પરત લીમડી તરફ જવા રવાના થયા હતા.
ઝાલોદ અને લીમડી વચ્ચે કારની ઝડપને લીધે કે અન્ય કોઈ કારણે સાંપોઈ ગામ નજીક કાર પલટી ખાઈ ગઈ હતી. પલટી જતા કાર તો જાણે પડીકુ વળી ગયુ હતું. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં અંકુર લખારા અને તેના મિત્ર અંશુલ રાઠોડનુ ઘટના મોત નીપજયા હતા. જ્યારે જીગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજને તાત્કાલિક 108 મારફતે દવાખાને ખસેડવામા આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સળગતા સવાલ ….
૧૮ થી ૨૧ વર્ષના યુવકો પાસે ઈનોવા કાર ક્યાંથી આવી ? ગાડી કોણ ચલાવી રહ્યું હતું ?
શું તેમની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હતા ?
શું પાર્ટીમાં કોઈ દારૂ કે અન્ય માદક દ્રવ્યો લીધા હતા…?
જો કે આ પ્રશ્નોનો જવાબ ઘટનાના ૧૫ ૧૭ કલાક પછી પણ પોલીસ પાસે નથી,
ગોધરા/ બે સંતાનની માતાને શંકાશીલ પતિએ આડા સંબંધની શંકાએ ઉતારી મોતને ઘાટ