જેતપુર મેં કા.. બા..? જેતપુરમાં લોકો કાદવ કીચડથી ત્રાહિમામ
તા. 04, આ જેતપુરમાં આવેલા જેતપુર – નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા, દાતારનગર, ગણેશનગર અને શિવકૃપાનગર વિસ્તારની સરખી સમસ્યા દર્શાવતી આ તસવીર છે. જેતપુરમાં થોડો વરસાદ થયો નથી કે આ વિસ્તારો જેતપુરથી સંપર્ક વિહોણા થઇ જાય છે કેમ કે વરસાદ થવાના કારણે આ વિસ્તારના કાચા રસ્તાઓ કીચડ – કીચડ થઈ જાય છે. જેને કારણે વિધાર્થીઓ, સગર્ભા મહિલાઓ, બીમાર વૃદ્ધો ભારે હલાકી ભોગવી રહ્યા છે. લોકો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે. નગરપાલિકા અને તાલુકા સેવા સદનના અધિકારીઓએ આ વિસ્તારની સાચી પરિસ્થિતિ જાણવા માટે ચાલુ વરસાદમાં આ વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ તેવી આ વિસ્તારના લોકો દ્વારા, લોકો માટે, લોક માંગ ઉઠી છે
@મુકતાર મોદન જેતપુર
પાટણ :મધ્યાહન ભોજન સ્કીમના સ્કૂલોના બાળકોને રસોઈનો પૂરતો જથ્થો નહીં મળતા મીડ ડે મિલ યોજના પર પડી અસર
ગોધરા/ બે સંતાનની માતાને શંકાશીલ પતિએ આડા સંબંધની શંકાએ ઉતારી મોતને ઘાટ
પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા નેતાઓ ક્યાં?
હાલોલના પ્રાંત અધિકારી અને વહીવટદાર મયુર પરમાર સામે કર્મચારીઓની અસહ્ય વેદનાઓ…