@મોહસીન દાલ, ગોધરા
સમગ્ર દેશમાં સૌથી સલામત રાજ્ય તરીકે ગુજરાતની ગણના કરવામાં આવે છે. સ્ત્રીઓ ગુજરાતમાં સૌથી વધુ સલામત હોય તેવો સરકારી તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે ત્યારે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી સવારે એક મહિલા કોન્સ્ટેબલનું કારમાં સનસનાટીભર્યુ અપહરણ થતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કલાકોની શોધખોળ છતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના સગડ મેળવવામાં પોલીસ તંત્ર સરીયામ નિષ્ફળ પુરવાર થયું છે. બનાવ સંદર્ભે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રહેતો વિધર્મી પ્રેમીએ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે ભોગ બનનાર મહિલા કોન્સ્ટેબલ જિલ્લા પોલીસ તંત્ર માટે હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે. ગત જાન્યુઆરી માસમાં ડભોઇ પોલીસ મથકે ફરજ બજાવતા હતા ત્યારે એક સપ્તાહની રજાનો રિપોર્ટ મૂકી વતનમાં જાઉં છું તેમ કહી લાપતા બન્યા હતા. જિલ્લા પોલીસ તંત્રની સઘન શોધખોળના અંતે મહિલા કોન્સ્ટેબલ અને તેનો વિધર્મી પ્રેમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ આ મહિલા કોન્સ્ટેબલની ડેસર પોલીસ મથકે બદલી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર ગત ૨જી જુલાઇના રોજ ડેસર પોલીસ મથકે હાજર થયેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ઇશ્વરભાઇ ચૌધરીને વાયરલેસ ડ્યુટી સોંપવામાં આવી હતી. શુક્રવારે સવારે ડ્યુટી ઉપરથી છૂટી નજીકમાં આવેલ વેજપુર ગામે જતા હતા ત્યારે કેનાલ નજીક પાછળથી કાળા રંગની કારમાં ધસી આવેલા ત્રણ અપહરણકારો મહિલા કોન્સ્ટેબલને ઉઠાવી ફરાર થઇ ગયા હતા. ડેસર તાલુકાના વેજપુર ગામે ભાડાના મકાનમાં પ્રેમિકા મણીબેન ચૌધરી સાથે રહેતા તેના વિધર્મી પ્રેમી સદ્દામ સિકંદરભાઇ ગરાસીયાએ બનાવ સંદર્ભે ડેસર પોલીસ મથકે જાણ કરતા જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ એજન્સીનો સ્ટાફ ડેસર પોલીસ મથકે દોડી ગયો હતો અને મહિલા કોન્સ્ટેબલને કાળા રંગની કારમાં ઉઠાવી ગયેલા અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે.
ડેસર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલનું કરાયું અપહરણ: પોલીસ તંત્રમાં ખળભળાટ.!!
Related Posts
Add A Comment