છેલ્લા કેટલાક સમયથી સમાજમાં ચિત્ર વિચિત્ર કિસ્સા જોવા મળે હે. ક્યારેક કોઈને નાની અમથી વાતમાં જાનથી મારી નાખવામાં આવે છે અથવા ચાવીમાનમાં સહમુસાફ્રે પર પેશાબ કરવાની ઘટના હોય કે પછી હાલમાં સીધીંમાં નોંધાયેલી આદિવાસી મજુર પર પેશાબ કરવાની ઘટના હોય… માનવીનું વર્તન અસહજ થઇ રહ્યું છે. એક બાજુ માનવી ચાંદ ઉપર વસવાટ કરવાના સપના જોઈ રહ્યો છે. તો બીજી બાજુ તેનો વ્યવહાર જાનવરોથી પણ બદતર થઇ રહ્યો છે.
તમે કયારે કોઈ જાનવરોને એકબીજા પર પેશાબ કરતા નહિ જોયા હોય અથવા પોતાની જ જાતિના અન્ય જાનવર સાથે હિંસક વર્તન કરતા નહિ જોયા હોય. હા અન્ય પ્રજાતિ હુમલો કરે ત્યારે ચોક્કસથી બધા ભેગા મળી તેનો સામનો જરૂર કરતા હોય છે.
આમ માનવી જાનવર કરતા પણ છેલ્લી પાયરી જઈ રહ્યો છે. માનવીમાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે.
સામાન્ય વ્યવહારમાં પણ માનવી જે વર્તન કરી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે લોકોની અંદર માણસાઈના મૂલ્યોનું સ્થાન ઘણું ઓછું થઈ રહ્યું છે. જે રીતે નાની-નાની બાબતો પર પણ માત્ર આક્રમક અને હિંસક બનવાના કિસ્સાઓ જ નહીં, પણ માર મારવા સુધીના કિસ્સાઓ એ સંકેત આપે છે કે લોકોએ સમજદારીનો ઉપયોગ કરવો હવે બંધ કરી દીધો છે.
દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં ચાલતી વખતે બે લોકો એકબીજા સાથે અથડાયા હતા. સંસ્કારી બનવાની આવશ્યકતા એ હતી કે આવી સ્થિતિમાં બંનેએ એકબીજાની સૌહાર્દપૂર્ણ સ્વરમાં માફી માંગીને આગળ વધવું જોઈતું હતું. પરંતુ તેનાથી વિપરીત, એક વ્યક્તિ એટલી હદે આક્રમક બની ગયો કે તેણે બીજાને માર માર્યો. બીજી ઘટનામાં દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પણ કેટલાક લોકોએ એક વ્યક્તિ સાથે અભદ્ર ભાષાના મુદ્દે ઝઘડો કર્યો હતો અને ત્યાં પણ આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો.
આવી ઘટનાઓ સમગ્ર દેશમાં સામે આવી રહી છે. રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે અથવા શેરીમાં અથવા પાડોશમાં કે પછી કોઈ પણ સ્થળે માનવી બહુ જલ્દી પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યો છે. અને નાનીનાની બાબતોમાં આક્રમકઃ બનતો જાય છે. બે પક્ષકારો વચ્ચે વિવાદ શરૂ થાય છે અને સમાધાન પર પહોંચવાને બદલે, તે દુર્ઘટનામાં સમાપ્ત થાય છે.
પ્રશ્ન એ છે કે શું લોકોમાં એટલી હદે વિકૃતિ કે પછી વિવેકહીનતા કેમ આવી રહીછે. તેઓ નાની નાની બાબતોને પણ ઉકેલવામાં અસમર્થ બની જાય છે. કોઈની હત્યા જ અથવા અમાનવીય કૃત્ય કરવા સુધી પહોંચી જાય છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે જે વ્યક્તિ બીજા સાથે આવું અણછાજતું વર્તન કરે છે તેને તે શું કરી રહ્યો છે. અને તે પછી તેને કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તેવું સહેજે વિવેકભાન જ નથી. હાલમાં સીધીમાં પ્રવેશ શુક્લએ આદિવાસી પુરુષ પર પેશ કર્યો હતો આ ઘટનાઓ વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન દ્વારા તેનું ઘર તોડી પાડવાંમાં આવ્યું.
વ્યક્તિ અથવા સમાજ સંસ્કારી હોવાની પહેલી સાબિતી એ છે કે તેમાંના લોકો તેમના સામાન્ય વર્તનમાં સંયમિત એકબીજા સાથે આદર અને સન્માનની ભાવના કેળવતા હોવા જોઈએ. સામાન્ય પરિસ્થિતિઓમાં દરેક સાથે સારો વ્યવહાર કરે છે અને જ્યારે પ્રતિક્રિયા કરવાની જરૂર હોય ત્યારે ધીરજ સાથે પ્રથમ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. સંવાદ અને સૌહાર્દ એ એવા માધ્યમ છે, જે ગંભીર અને જટિલ સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકે છે. વિડંબના એ છે કે એક તરફ દરેક સ્તરે આધુનિક બનવાની કોશિશ કરવામાં કોઈ કમી નથી આવતી અને બીજી તરફ ઘણા લોકોમાં સૌહાર્દની રીતભાત ગાયબ થઈ રહી છે.
સ્થિતિ એવી છે કે ક્ષુલ્લક બાબતો પર પણ કેટલાક લોકો યોદ્ધા બની જાય છે. અને મરવા મારવા પાર ઉતારું બની જાય છે. માત્ર આત્મવિશ્વાસ અને ધીરજની જરૂર છે. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં લોકો અહંકાર અને અવિવેકનો શિકાર બને છે અને આક્રમક અને હિંસક વલણ અપનાવે છે. પરિણામે, કોઈની હત્યા કરવામાં આવે છે અને ગુનેગાર તેના જીવનનો એક મોટો અને નોંધપાત્ર ભાગ જેલની સજા ભોગવે છે.
ભય નીચે ભણતર: મેઘરજના લીંબોદરામાં શાળાનું મકાન જ નથી, ખુલ્લામાં ઝાડ નીચે ભય તળે ભણવા મજબુર
ડેસર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલનું કરાયું અપહરણ: પોલીસ તંત્રમાં ખળભળાટ.!!
શ્યામા પ્રસાદ મુખર્જી : જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો