@મોહસીન દાલ ગોધરા
લુણાવાડા પંથકમાં આજે વહેલી સવારમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે માંખલ્યા ગામે જાહેર માર્ગ ઉપર તળાવના ઓવરફ્લોના ફરી વળેલા વરસાદી પૂરના પાણીમાં બે માસૂમ વિદ્યાર્થીઓ ડૂબી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. કહેવાય છે કે આ બન્ને મૃતક વિદ્યાર્થીઓ સિગ્નલીમાં આવેલ એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
લુણાવાડા પંથકમાં આજે વહેલી સવારમાં ૪ ઈંચ જેટલા ત્રાટકેલા મુશળધાર વરસાદના પગલે સિગ્નલી થી માંખલ્યા રોડના જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમા વરસાદી વહેણના પાણી ફરી વળ્યા હતા. એમાં આ જાહેર માર્ગ ઉપર આવેલ માંખલ્યા ગામની બાજુમાં આવેલ બોળંગીયા ગામ તળાવના પાણી ઓવરફ્લો થતા આ જાહેર માર્ગ ઉપર કેડસમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. વરસાદી પૂરની આ આફતથી અજાણ માંખલ્યા ગામના ધોરણ ૯માં અભ્યાસ કરતો રોનક ઉર્ફે વિક્કી અરવિંદભાઈ બારીઆ (ઉ.વ.૧૪) રહે.માંખલ્યા અને ધોરણ ૩માં અભ્યાસ કરતો વિક્રમ ઉર્ફે ભૂરો ઉદેસિંહ બારીઆ (ઉ.વ.૧ર) રહે.માંખલ્યા, સિગ્નલી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા નીકળ્યા હશે કે અધવચ્ચે થી ગભરાઈને પરત આવતા હશે આ ચોક્કસ ખબર નથી પરંતુ આ બન્ને માસૂમ વિદ્યાર્થીઓ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ખબરો સાથે દોડી આવેલા ગ્રામજનોએ હાથ ધરેલ શોધખોળના અંતે આ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં અને શાળા પરીવારમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો