@mohsin dal, godhara
કાલોલ તાલુકામાં શનિવારથી બીજા રાઉન્ડનો વરસાદ વરસતા ડાંગરના બિયારણની વાવણી પછી સારો વરસાદ વરસતા ધરતીપુત્રો હરખાયા છે પરંતુ સારા વરસાદ વચ્ચે ખડકી ગામે એક કાચા મકાનની દીવાલ ધરાશયી થતાં બે વ્યક્તિઓનો બચાવ થયો હતો. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું છે અને વ્યાસડા ગામમાં સીમમાં ચારો ચરતી ગાયને વીજકરંટ લાગવાથી એક ગાયનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકામાં આષાઢી મલ્હાર વચ્ચે શનિવારથી બીજા રાઉન્ડની મેઘ મહેર શરૂ થતાં શનિવારે અને રવિવારે એમ બે દિવસોમાં બે ઈંચથી વધારે એવો સારો વરસાદ વરસ્યો છે જેને કારણે મોટાભાગના ખેડૂતોએ વચ્ચેના વિરામ દરમ્યાન ડાંગરના બિયારણની વાવણી કર્યા પછી સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.
જોકે બીજી બાજુ વરસાદ વચ્ચે શનિવારે સવારે તાલુકાના વ્યાસડા ગામની સીમમાં આવેલા ડુંગર વિસ્તારમાં ચારો ચરતી ભરવાડની ગાયોના ઘણ પૈકીની એક ગાય ડુંગર નજીકના એક એગ્રીકલ્ચર લાઈનના ટ્રાન્સફોર્મર નીચે ચારો ચરતા સમયે નીચે ઉતરતા વીજકરંટના સંપર્કમાં આવતા ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે ગાયના મોતની ઘટના અંગે વેજલપુર એમજીવીસીએલ વિભાગને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરીને જરૂરી પંચકયાસની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ વીજકરંટથી થયેલા ગાયના મોતને પગલે ભરવાડ સમાજમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.
જ્યારે ખડકી ગ્રામ પંચાયતના પીલવાની મુવાડી ગામે સીમમાં સાંજના આશરે ૬.૦૦ વાગ્યાની આસપાસના સમયે વરસાદ સાથેના ભારે પવનના કારણે કુવા ઉપર આવેલ કાચા છાપરાની દિવાલ પડવાથી આખું છાપરું ધરાશાયી થઇ જતાં છાપરામાં વસવાટ કરતા એક પરીવારના ત્રણ સભ્યો દબાયા હતા.આ સભ્યોના બચાવ માટે આસપાસના લોકોએ દોડી આવીને બચાવ કાર્ય શરૂ કરતા બે પુરુષ વ્યક્તિઓ બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ લીલાબેન કાળુભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. છાપરામાં દબાઈ જવા છતાં બચી ગયેલા બે વ્યક્તિઓ પૈકીના એકને સામાન્ય ઇજા જ્યારે એક આધેડને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હાલ સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બન્ને અકસ્માત ઘટના અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો