રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા : કોણ કરી શકે વોટીંગ
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન યોજવાનું છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો ઉપર પણ મતદાન થશે. તો આવો જોઈએ રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે યોજાય છે અને તેમાં કોણ મતદાન કરીશકે છે.
સૌથી પહેલા તો જાણવું જરૂરી છે કે, રાજ્યસભામાં કયા રાજ્યના કેટલા સાંસદો હશે તે તે રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યને તે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે એટલે કે તેમાં આપણે સામાન્ય જનતા મતદાન કરી શકતા નથી. રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓથી તદ્દન અલગ છે, કારણ કે આ ગૃહ માટે મતદાન સીધું લોકો દ્વારા નહીં, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. કારણ કે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો માટે પણ એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
ચૂંટણી પરિણામોની આ ફોર્મ્યુલા શું છે?
રાજ્યસભાની જે બેઠક માટે ચૂંટણી થઈ રહી છે તે રાજ્યના ધારાસભ્યો તેમાં મતદાન કરે છે. આ ચૂંટણીઓમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જેમ મતદાન થતું નથી. અહીં ધારાસભ્યોએ પસંદગીના આધારે મતદાન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા ધારાસભ્યોને ખાસ પેન આપવામાં આવે છે. એ જ પેન વડે મતદારે ઉમેદવારોની આગળ નંબરો લખવાના હોય છે. તેમણે સૌથી વધુ પસંદગીના ઉમેદવારના નામ સામે નંબર મૂકવાનો રહેશે. આવા બીજા પસંદગીના ઉમેદવાર સામે બે લખવાનું છે. તેવી જ રીતે ધારાસભ્ય ઇચ્છે તો તમામ ઉમેદવારોને પસંદગીનો ઓર્ડર આપી શકે છે. જો કમિશન દ્વારા આપવામાં આવેલ ખાસ પેનનો ઉપયોગ કરવામાં ન આવે તો તેમનો મત અમાન્ય બની જાય છે. આ પછી, વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભા માટે ખાલી પડેલી બેઠકોના આધારે, જીત માટે જરૂરી મતો નક્કી કરવામાં આવે છે. જે ઉમેદવાર જરૂરી સંખ્યા કરતા વધુ મત મેળવે છે તેને વિજયી જાહેર કરવામાં આવે છે.
આ જરૂરી મતની સંખ્યા કેવી રીતે નક્કી થાય છે?
રાજ્યસભાના ઉમેદવારને જીતવા માટે કેટલા મત જોઈએ તેનું ગણિત સમજીએ. તો જેમકે ગુજરાત રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા ૧૮૨ છે. . આ સાથે જ રાજ્યસભાની કુલ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યસભામાં પહોંચવા માટે દરેક સભ્યને કેટલા ધારાસભ્યોનું સમર્થન મળવું જોઈએ તેની એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા અનુસાર જેટલા રાજ્યસભાના સભ્યો માટે ચૂંટણી યોજાવાની હોય તે સંખ્યામાં ૧ ઉમેરવામાં આવે છે. અને આવતી સંખ્યા વડે ધારાસભ્યોની કુલ સંખ્યાને ભાગવામાં આવે છે.
જેમકે આ વખતે ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સભ્યો ચૂંટાવાના છે. તેમાં એક ઉમેરવાથી નંબર ચાર થાય છે. હવે કુલ સભ્યો 182 છે, તેથી તેને ચાર વડે ભાગવાથી 45.5 મળે છે. એટલે કે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનવા માટે ઉમેદવારને 46 પ્રાથમિક મતોની જરૂર પડશે. જો વિજેતા પ્રથમ પસંદગીના મતો દ્વારા નક્કી કરવામાં ન આવે, તો બીજી પસંદગીના મતોની ગણતરી કરવામાં આવે છે.
કોંગ્રેસે તો ઉમેદવાર ઉતાર્યા જ નહિ
કોંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. કોંગ્રેસે કહ્યું કે તેની પાસે પૂરતા ધારાસભ્યો ન હોવાથી તે તેના કોઈપણ ઉમેદવારને મેદાનમાં ઉતારશે નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “અમે રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોને નોમિનેટ નહીં કરવાનો નિર્ણય લીધો છે કારણ કે અમારી પાર્ટી પાસે 182 સભ્યોની વિધાનસભામાં જરૂરી સંખ્યા નથી.”
હકીકતમાં, રાજ્યની 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો છે અને કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. એક ઉમેદવારને જીતવા માટે 46 ધારાસભ્યોના વોટની જરૂર પડશે. જો કોંગ્રેસને ભાજપ સિવાય અન્ય પક્ષોના ધારાસભ્યોનું સમર્થન મળે તો પણ આ આંકડો માત્ર 26 સુધી પહોંચી જશે. જે જીતવા માટે પૂરતું નથી. સંખ્યાની દૃષ્ટિએ ભાજપ ત્રણેય બેઠકો પર જીત મેળવશે તે નિશ્ચિત છે. તે જ સમયે, ગોવામાં પણ ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો