*_સાબરકાંઠા બેન્કની ૬ બેઠકો માટે આજે મતદાન યોજાશે_*
*_પક્ષના આદેશની અવગણના કરતા ભાજપે લાલ આંખ કરી,ઈડરના આઠ હોદ્દેદારોને છ વર્ષ માટે ભાજપ પક્ષમાંથી હાકલપટ્ટી_*
@લલિત પટેલ,ઇડર
_સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૮ બેઠકો માટે મેન્ડેટ આપવામાં આવ્યા હતા.જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની ૧૨ બેઠકો પર બિનહરીફ કરીને ભાજપને સફળતા મળી હતી,બાકીની ૬ બેઠકો માટે આજે હિંમતનગર ખાતે ચૂંટણી યોજાવવાની છે.ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઈડરના ૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે._
_સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ભાજપ બિનહરીફ કરવામાં સફળ રહી છે. બાકી રહેલી ૬ બેઠકો માટે આજે હિમતનગર ખાતે હિંમત હાઇસ્કૂલમાં સવારથી મતદાન થવાનું છે,ત્યારે ઇડર વિભાગ – અ ( જૂથ – ૬)ની બેઠક સમગ્ર જીલ્લાની ચૂંટણીમાં ચર્ચાસ્પદ રહી છે.ગુજરાત ભાજપ પ્રદેશથી પટેલ જ્યોતીન્દ્રભાઈ રણછોડભાઈ મુ. સાબલવાડ તા.ઇડર ના નામનો મેન્ડેટ આપેલ છે તો તેની સામે ઇડર તાલુકા ભાજપના કેટલાક સક્રિય કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી કેટલાક ઉમેદવાર ફોર્મ પરત ખેંચવામાં સફળ રહ્યા હતા.તો આઠ જેટલા નારાજ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા જેથી તે તમામ આઠ ઉમેદવારોએ અપક્ષ તરીકે ચુંટણી લડવાનું મન બનાવી લીધું છે.ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી પટેલ દ્વારા તમામ આઠ કાર્યકર્તાઓ કે અપક્ષ ઉમેદવારો સામે લાલ આંખ કરી તમામ ને પાર્ટીમાંથી હાકલપટ્ટી કરીને પ્રાથમિક સભ્ય પદ અને હોદ્દો પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે._
*_બરતરફ કરાયેલા કાર્યકર્તાઓ_*
_(૧) પટેલ સતિષભાઈ હરિભાઈ મું.મેસણ,તા.ઇડર_
_(૨) પટેલ કનૈયાલાલ ગોપાળભાઈ મુ.દાવડ,તા.ઇડર_
_(૩) પટેલ વિઠ્ઠલભાઇ છગનભાઈ મુ.ભુવેલ,તા.ઇડર_
_(૪) પટેલ અશોકભાઈ રેવાભાઈ મુ.લાલપુર,તા.ઇડર_
_(૫) પટેલ ભીખાભાઈ વીરચંદભાઈ મુ.કાનપુર,તા.ઇડર_
_(૬) પટેલ હેમંતભાઈ નચ્છાભાઈ મુ.જાદર,તા.ઇડર_
_(૭) પટેલ ભોગીભાઇ ગીરધરભાઇ મુ.બડોલી,તા.ઇડર_
_(૮) પટેલ કાંતિભાઈ મણીભાઈ મુ.સિંગા,તા.ઇડર_