- ધાર્મિક વિવાદિત પોસ્ટ ને લઈ બાલીસણા ગામ માં છેલ્લા 2 દિવસ થી વાતાવરણ ડહોળાયું હતું
- આગેવાનો ની બેઠક પણ થઈ હતી, ગત રાત્રિ ના રોજ આખરે બોલાચાલી એ કોમી સ્વરૂપ ધારણ કર્યું ,બને પક્ષો વચ્ચે થઈ મારા મારી
- મારામારી માં 6 થી 7 ઘાયલ ઇજા ગ્રસ્તો ને સારવાર માટે ધારપુર તેમજ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- ગામ માં 2 દિવસથી પોલીસ એલર્ટ હતી છતાં કોમી છમકલું
હાલ ગામ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
@partho pandya ,patan
સોશિયલ મીડિયા એટલું બધું તેજ બન્યું છે કે કોઈ પણ પોસ્ટ સેકન્ડો માં વાયરલ થઈ જતી હોય છે અને તેમાંય હવે ધાર્મિક લાગણીઓ ને ઉસ્કેરવી સહેલી થઈ છે આઇટી એક્ટ ની કોઈ બીક નથી રહી અને વિવાદિત ધાર્મિક પોસ્ટ ને લીધે સમાજ માં વૈમનસ્ય સર્જાય છે
ત્યારે પાટણ નજીક 10 કિલોમીટર દૂર બાલીસણા ગામ માં છેલ્લા 2 દિવસ થી એક પોસ્ટ એ વાતાવરણ ડોહલયું હતું અને આખરે વિવાદિત ધાર્મિક પોસ્ટ એ બાલીસણા ગામ માં વેરજેર ના બીજ સાથે કોમી છમકલું સર્જ્યું હતું
સૂત્રો પાસે થી મળતી માહિતી માં બાલીસણા ના સોશિયલ ગ્રુપ માં ધાર્મિક લાગણી ને ઠેશ પહોંચે તેવી એક પોસ્ટ મુકાઇ હતી અને છેલ્લા 2 દિવસથી આ વિવાદિત પોસ્ટ ને લઈ વિવાદ, બોલાચાલી ચાલતી હતી ત્યારે ગત રાત્રિ ના સમયે બને પક્ષ ના કેટલાક વ્યક્તિઓ વચ્ચે વાત વણસી હતી અને મારામારી સાથે કોમી સ્વરૂપ ધારણ થતા 6 થી7 લોકો ઘાયલ થયા હતા