- હું મરવા જઇ રહ્યોં છુ, મારી મોતની જવાબદારી એના માથે, મારો 9-10 વર્ષનો છોકરો રઝળી પડશે, તો એનો છોકરો પણ રઝળી પડવો જોઇએ, મારે નથી માં કે નથી બાપ, કોના ખંભે માથુ મુકીને રડું…..
- – ધ્રાંગધ્રા- હરીપર બ્રિજ નીચે રેલ્વેના પાટા પર ટ્રેન નીચે પડતુ મુકી મોતને ભેટનારા શખસનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- – તેનો વિડીયો આજે 12 દિવસ બાદ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે
- – જેમાં મરણ જનારો યુવક ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં રહેતો હોવાની વિગતો સામે આવી
@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- હરીપર બ્રિજ નીચે રેલ્વેના પાટા પર ટ્રેન નીચે પડતુ મુકી મોતને ભેટનારા શખસનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેનો વિડીયો આજે 12 દિવસ બાદ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે. વધુમાં આ ગોઝારી ઘટનામાં મરણ જનારો યુવક ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે. જેમાં મોતને ભેટનારો શખસ રડતા સ્વરે જણાવે છે કે, હું મરવા જઇ રહ્યોં છુ, મારી મોતની જવાબદારી એના માથે, મારો 9-10 વર્ષનો છોકરો રઝળી પડશે, તો એનો છોકરો પણ રઝળી પડવો જોઇએ. મારે નથી માં કે નથી બાપ, કોના ખંભે માથુ મુકીને રડું…..
આજથી 12 દિવસ પહેલા ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ હિરાભાઈ કોળીએ હરિપર બ્રિજ નીચે રેલ્વેના પાટામા ટ્રેનમાં આવી આત્મહત્યા કરી હતી. ત્યારે આત્મહત્યા કરવાનું કારણ બહાર આવ્યું ન હતુ. પરંતુ મરણ જનારા યુવક દ્વારા મોત પહેલા વિડીયો બનાવ્યો હતો તે વિડીયો હાલ સોશ્યલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમા મરણ જનારા યુવાન સુરેશભાઈ કોળી દ્વારા કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. જેમાં વાયરલ વિડીયોમાં સુરેશભાઈ દ્વારા સુનિલ પ્રતાપભાઈ કુમારખાણીયાએ વારંવાર ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
જેમાં મરણ જનારા યુવક દ્વારા મોત પહેલા વિડીયો બનાવ્યો હતો તે વિડીયો હાલ સોશ્યલ મીડિયામા વાયરલ થતા ચકચાર મચી જવાની સાથે પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ગોઝારી ઘટનામાં મરણ જનારો યુવક ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ હિરાભાઈ કોળીનો વિડીયો એના અકાળે મોતની ઘટનાના 12 દિવસ બાદ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે.
– મોત પહેલાનો વિડીયોમાં શું કહે છે, શખ્સ
મારૂ નામ સુરેશભાઇ હિરાભાઇ છે, એક ભાઇ છેલ્લા છ મહિનાથી મને ટોર્ચર કર કર કરે છે. અને મને મારી નાંખવાની ધમકી આપે છે. મારે નાનો 9-10 વર્ષનો બાબો છે. હું મરી જાઉં તો મારા છોકરાનું કોણ ? મારે નથી મા કે નથી બાપ, તો કોને કેવા જવાનું, કોના ખંભે માથુ મુકીને રોઉં. મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ રસ્તો નથી. આથી હું આત્મહત્યા કરવા જઉં છુ. મારો છોકરો જો રઝળી પડતો હોય તો, એનો છોકરો પણ રઝળી પડવો જોઇએ. રેલ્વેમાં નોકરી કરતો સુનિલ પ્રતાપભાઇ કુમારખાણીયા છેલ્લા છ મહિનાથી રાત્રે બે વાગ્યે ઘેર આવીને તને મારી નાખીશ, ટાંગા ભાંગી નાખીશની ધમકી આપીને જતો રહે છે. કેટલીય વખત ધમકી મારી છે. આથી હું મરવા જઇ રહ્યો છુ. પણ એ માણસ ફીટ થઇ જવો જોઇએ. મારી મોતની જવાબદારી એના માથે. એના ત્રાસથી હું આત્મહત્યા કરૂ છુ. આજે કે કાલે હું મરી જ જવાનો છુ. મારે કોને દુ:ખની વાત કહેવાની એમ જણાવી આ શખ્સ આજથી 12 દિવસ પહેલા ધસમસતી ટ્રેન નીચે કપાઇ ગયો હતો અને આજે એની મોતની ઘટનાને 12 દિવસ બાદ એનો વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.
આ અંગે રેલ્વે પોલીસના ભરતસિંહ માવુભાએ જણાવ્યું કે, મૃતક યુવાનનો મોબાઇલ એના પરિવારજનોને આપ્યા બાદ આ વાયરલ વિડીયોના આધારે અમે એમને કોઇના પર શક હોય તો ફરીયાદ કરવા જણાવ્યું હતુ. પણ હજી સુધી એના પરિવારજનો ફરીયાદ કરવા આવ્યા નથી. અને જો ફરીયાદ થશે તો એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.