4 બાળકોની માતા, એક મુસ્લિમ મહિલા તેના બોયફ્રેન્ડને મળવા માટે નેપાળ થઈને પાકિસ્તાનથી ભારત પહોંચે છે. તેનો બોયફ્રેન્ડ જે તેના કરતા ઘણા વર્ષ નાના છે. 2020 માં ભારતમાં PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જ ગેમ રમતા સચિનને પાકિસ્તાની પરિણીતા ચા બાળકોની માતા સીમા સાથે પ્રેમ થઇ જાય છે.
પત્રકારો દિવસભર માઈક વડે હિરોઈન સીમાનો ઈન્ટરવ્યુ લેતા હોય છે. સીમા હૈદર કહે છે કે તે 5મું પાસ છે, પરદામાં રહેતી મહિલામાં આટલો કોન્ફિડેન્સ કેવી રીતે આવ્યો કે તે પોતાની સાથે ચાર બાળકોને લઈ આવી ગઈ?? એક સામાન્ય મહિલાએ આટલા દેશોની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી ??
ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાણી જેટલી સરળ રીતે કહેવામાં આવી હતી તેટલી જ સરળ લગતી નથી. એવી ઘણી બાબતો છે જેના કારણે તેમાં ષડયંત્ર હોવાનું બુ આવે છે. આ સમયે જે સવાલો ઉઠી રહ્યા છે તેના જવાબ આપવા જરૂરી છે અને તે સવાલ એ છે કે શું 5મું પાસ મહિલા ચાર બાળકો સાથે અહીં આવવું જોઈએ. એક પત્ની એક પ્રેમિકા બેવફા બની શકે પરંતુ એક માતા કેવી રીતે બેવફાઈ કરી શકે ?
સીમા હૈદર માત્ર કરાચીથી દુબઈ જ નહીં પરંતુ દુબઈથી નેપાળ આવે છે અને પછી નેપાળથી હોટસ્પોટ દ્વારા ભારતના લોકો સાથે વાતચીત કરે છે. આ સિવાય તેણે તમામ લોકો સાથે સંપર્કો બનાવ્યા. આખરે તેને કોણે મદદ કરી? નેપાળ આવ્યા બાદ તેનું આઇડેન્ટિટી કાર્ડ અને આધાર કાર્ડ કેવી રીતે બન્યા? તેણે કરેલા કોલ્સ શા માટે ડીલીટ કર્યા? તેનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ કેમ તોડ્યા? આ એવી બાબતો છે જે ખૂબ જ ગંભીર અને ગુનાહિત શ્રેણીમાં આવે છે, કારણ કે જે વ્યક્તિ પોતાની ઓળખને ભૂંસી નાખવા માંગે છે,
એવું કહેવામાં આવી રહ્યું છે કે PUBGની શોખીન સીમા પાસે 3 મોબાઈલ અને ઘણા સિમ છે, આખરે 4 બાળકોની માતાને આટલો સમય અને માહિતી કેવી રીતે મળતા હશે. અહીં તો સવારે ઉઠો ત્યારથી ઘર અને પરિવારની જવાબદારીમાં દિવસ પસાર થઇ જાય છે. પોતાના માટે પણ સમય નથી મળતો.
કડકડાટ અંગ્રેજી સાથે હિન્દી ભાષાનો પ્રયોગ, ભાષામાં ઉર્દૂ શબ્દોનો બહિવ્ત ઉપયોગ હિંદુ રીતી રીવાજો, માથે ઓઢવું, હાથમાં મેહંદી, તુલસી ક્યારે પાણી બધા જ હિંદુ રીવાજ એક દિવસમાં તો ના જ શીખી શખે. એક ઈન્ટરવ્યુમાં સીમા નમાઝની કલમા પણ બરાબર બોલી નથી શકતી . જયારે શ્રાવણ મહિનામાં ઉત્તર ભારતમાં નીકળતી કાવળ યાત્રા વિષે તેની પાસે માહિતી છે.
જે દેશમાં ભારત અને હિંદુ ધર્મ સામે આટલી બધી નફરતનું વાવેતર કરવામાં આવે છે, ત્યાંથી આવીને રાધે રાધે નામનો જાપ કરવો, તુલસીજીને પાણી આપવું, સિંદૂર ધારણ કરવું, મંગળસૂત્ર સ્વીકાર્ય નથી. ભારતીય નાગરિકતાની વારંવાર માંગણી કરવી જાણે આ ભારતની નાગરિકતા ચણામમરા હોય. આજના આધુનિક યુગમાં જ્યાં દેખાવ, પૈસા અને સામાજિક ઓળખ સૌથી મહત્વની છે, ત્યારે સચિન નામનો એક સાધારણ છોકરો, જેમાં સીમા હૈદરને શું દેખાયું તો ચાર બાળકોને લઇ લાખો રૂપિયા ખર્ચી એક ઝૂંપડીમાં પહોંચી.
આજે 2 વર્ષના બાળકોનો પણ જાસૂસી માટે ઉપયોગ કરી શકાય છે, શું તમારા મગજમાં ક્યારેય આ વિચાર આવ્યો છે?
જો સીમા ખરેખર પ્રેમમાં છે તો ઠીક છે કે તેણીને સ્વતંત્રતા છે પણ નિયમો નિયમો છે. અને જો કોઈ ખાસ કારણસર ભારતની સરહદમાં પ્રવેશ કર્યો હોય તો મને આ કાંડમાં ૧ નહિ પાંચ 5 જાસૂસો જોવા મળી રહ્યા છે.
યુપી એટીએસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તૂટેલા ફોન અને સિમની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. વિગતોના આધારે, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને આઇટી સક્ષમ પરીક્ષા હશે. આવશ્યકતા મુજબ, પોલિગ્રાફી અને નાર્કો વિશ્લેષણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. કોઈપણ વ્યક્તિ શા માટે તેનું નામ અને તેની ઓળખ બદલશે? શા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બદલશે ?
સેનામાં સીમાના સગા
સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં પોસ્ટેડ છે. તેના કાકા પણ પાકિસ્તાની સેનામાં છે અને સીમાએ આ હકીકતો છુપાવી હતી. જો તમે સ્પષ્ટપણે ભારત આવવા માંગતા હો, તો તમે વિઝા માટે અરજી કરી શક્યા હોત અને અન્ય ઘણા રસ્તાઓ હતા. પરંતુ આ બધું કર્યા વિના સીમા ગુપ્ત રીતે ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેવા આવી ગઈ. રબુપુરા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટને ખૂબ જ અડીને આવેલું છે. હિંડોન એરબેઝની બાજુમાં જ છે. તેમાંથી મોટી સંખ્યામાં આપણા અર્ધલશ્કરી દળો અને સેનામાં છે. શું આટલી સંવેદનશીલ જગ્યાએ આવીને સીમા હૈદર સ્લીપર સેલ બનાવી રહી છે?
આમાં બે વસ્તુ બિલકુલ પચતી નથી. પહેલી વાત એ છે કે પાંચમી પાસ હિન્દી, અંગ્રેજી અને સિંધી, ઉર્દૂ આટલી સરળતાથી અને કડકડાટ કેવી રીતે બોલી શકે છે. બીજી વાત એ છે કે જો કોઈ સચિનને જુએ તો તેના 36 ગુણોમાંથી એક પણ ગુણ સીમા હૈદર સાથે મેળ ખાતો જોવા મળ તો નથી. આ મેળ ન ખાતી મિત્રતા અને મેળ ન ખાતો પ્રેમ કેમ થયો? આ પણ તપાસનો વિષય છે.
જો કે સીમાને ભારતમાં એવી સહાનુભૂતિ મળી કે સીમા માત્ર ભાભી જ નહીં પણ દુનિયાની ભાભી બની ગઈ. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા ઈર્શાદે એક ચેનલ પર કહ્યું કે જો સીમા હૈદર ભારતથી પાકિસ્તાન આવશે તો તેના નાના નાના ટુકડા કરી નાખવામાં આવશે.
પોલીસે સીમા હૈદર સામે જે કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં કલમ 3, 4, 5 પાસપોર્ટ એક્ટ, સેક્શન 14 ફોરેનર્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 34 અને 124B છે. આમાં કોઈ મોટી સજા નહોતી. નિયમ કહે છે કે જો સજા 7 વર્ષથી ઓછી હોય તો જામીન તમારો અધિકાર છે. સીમા હૈદર સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોત તો સારું થાત.