@મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે. કોઇને શરદી, તો કોઇને તાવ, તો કોઇને ઝાડા-ઉલટી, કમળા, મેલેરીયા,ડેન્ગ્યુ જેવા કેસ જોવા મળી રહ્યાં છે. ઘરે ઘરે બીમારીએ દસ્તક દીધી હોય તેવું લાગી રહ્યું છે. અસહ્ય ગંદકીનું સામ્રાજય અને વરસાદના કારણે ભરાયેલાં પાણીને કારણે બીમારીઓ વધી રહી છે. મેલેરિયાના ઝેરી મેલેરિયાના ડેન્ગ્યુના ઝાડા-ઉલટીના, કમળા અને ડેન્ગ્યુ જેવા રોગચાળો ગોધરા શહેરમાં બેકાબૂ બન્યો છે. નાગરિકોનું આરોગ્ય જાળવવું એ આરોગ્ય વિભાગની ફરજ છે. પણ ગોધરા નગર પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવતી સાફ સફાઇ જેવી સુવિધાઓથી નિષ્ફળ ગયું છે.જેના કારણે ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલી સંત કવર રામ ફળિયામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા અને કમળાના કેસોમાં નોધપાત્ર વધારો થયો છે.
જેના કારણે ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલી સંત કવર રામ ફળિયામાં ૫૦૦થી વધારે લોકો વસવાટ કરે છે પરંતુ નગર પાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત જોવા મળી રહ્યા છે.વારંવાર નગર પાલિકાને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે આજે સંત કવર રામ ફળિયામાં રહેતા ૫૦૦થી વધારે ઘરના લોકોને ત્યાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના, કમળાના બે – બે દર્દીઓ ઘરે ઘરે જોવાં મળી રહ્યા છે.કેમકે નગર પાલિકા દ્વારા નિયમિત સાફ સફાઇ કરવામાં આવતી નથી જેના કારણે આજે તેમના વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના, કમળાના રોગચાળાએ માથું ઉંચક્યું છે નાં આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યાંની સ્થાનિક મહિલાઓ કહી રહી હતી કે અમે નગર પાલિકા તંત્રને રજૂઆતો કરીને થાકી ગયા પણ કોઈપણ અમારું સાંભળતું નથી. બીજી બાજુ અમારા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે અમે બહાર ફરી શકતા નથી અને અમારા નાના નાના બાળકોને રમવું હોય તો ક્યાં રમે કેમ કે ઘરે આંગણામાં લાઈટ બંધ હોય તો કેવી રીતે રમી શકે તેમજ ગોધરા નગર પાલિકા દ્વારા પીવાનું પાણી પણ દૂષિત છોડવામાં આવે છે જેના કારણે કમળા જેવા રોગોએ દસ્તક લીધી છે. જેથી ગોધરા નગર પાલિકા તંત્ર વહેલી તકે સંત કવર રામ ફળિયામાં નિયમિત સાફ સફાઈ બંધ પડેલ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ રસ્તાઓમાં પડી ગયેલા ખાડાઓને વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો ગોધરા નગર પાલિકા તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા ગોધરા નગર પાલિકા કચેરીનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.