- હાલ ની પરિસ્થિતિ મુજબ જિલ્લા ના યુરિયા ખાતર વિતરણ કરતા ડેપો માં એક ખેડૂત દીઠ 15 યુરિયા ખાતર ની થેલીઓ આપાઇ રહી છે.
- સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતોએ યુરિયા અછત મામલે રજુઆત કરતા રિપોર્ટ માં પૂરતો સ્ટોક હોવા નું બતાવાયું.
- પરિસ્થિતિ મુજબ જિલ્લા માં ખેડૂતો ને શિયાળું પાક માટે પૂરતા પ્રમાણ માં યુરિયા ખાતર નથી મળતું..
- સ્ટોક પૂરતો છતાં ખેડૂતો ને કેમ ખાતર ઓછું અપાઇ રહ્યું છે તેની સામે સવાલ..
@સચિન પીઠવા સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાતરની અછત સર્જાતિ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જીરુ વરિયાળી લીલો ચારો શાકભાજી ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે ત્યારે શિયાળુ પાકમાં ઉત્પાદન માટે ખાતર નાખવુ ખૂબ જરૂરી છે તેવા સંજોગો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે જિલ્લાના અલગ અલગ 100 થી વધુ ડેપો ઉપર ગુજસી માસોલ દ્વારા યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે અને પાણીની પુરતી સગવડતા હોવાના કારણે ચાલુ વર્ષે નર્મદાની કેનાલો પણ શરૂ હોવાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ખાતરની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ખેડૂતો સામાન્ય રીતે ગુજસી માસોલ દ્વારા યુરિયા ખાતરની ખરીદી કરી અને ખાતરની જરૂરિયાત સંતોષતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ખાતરની જિલ્લામાં અછત સર્જાઇ હોવાનું ખેડૂતો જણાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ખાનગી ડેપો છે તેને વધુ પ્રાધાન્યતા આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા માં યુરિયા ખાતર ની અછત છે.ત્યારે વઢવાણ મુળી ધાંગધ્રા સહિત ના ગામો માં આવેલ યુરિયા ખાતર ના ડેપો માં ખાતર નો અપૂરતો જથ્થો ખેડુતો ને ફાળવવા માં આવતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે.જિલ્લા ના ગુજસી માસોલ ડેપો માં જ યુરિયા ખાતર ની અછત સર્જાઈ છે.ત્યારે ગુજસી માસોલ ડેપો ના અધ્યક્ષ દિલીપ સંઘાણી ને જિલ્લા ના કોંઢ સહિત ના ગામો ના ખેડૂતોએ લેખિત માં રજુઆત કરી છે.હાલ જિલ્લા ના ખેડૂતોએ શિયાળું પાકો નું વાવેતર કર્યું છે.ત્યારે વાવેતર ના સમયે જ યુરિયા ખાતર ની અછત સર્જતાં ખેડૂતો રોષ ફેલાયો છે.
જોકે આ મામલે ખેડૂતો દ્વારા અધ્યક્ષ દિલીપ સંઘાણીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે ડેપો આવેલા છે ત્યાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ધાંગધ્રાના ગ્રામીણ વિસ્તારોમાં અને મૂડી પંથકના અને વઢવાણ પંથકના ગામડાઓમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે આ મામલે ખેડૂતો દ્વારા તંત્રને પણ રજૂઆત કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ અધ્યક્ષ દિલીપ સંઘાણીને પણ લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક પણે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.