પંછી, નદિયા, પવન કે ઝોંકે…! સીમા અને અંજુ…. કોઈ સરહદના ઇન્હેં રોકે
સીમા હૈદર- સચિન અને બીજી બાજુ અંજુ અને નસરુલ્લાની આંતર્રાષ્ટ્રીય પ્રેમકથાઓ આજે ચારેબાજુ ચર્ચાનો વિષય છે. વિશ્વભરમાં આ બંને મહિલાઓએ હેદ્લૈન બનાવી છે. જો કે તેની સાથે આવી જ બીજી પણ પ્રેમકથાઓ બહાર આવી છે. જેમાં ચીનની યુવતી પણ પોતાના ઓનલાઈન ફ્રેન્ડને મળવા માટે પાકિસ્તાન પહોચી જાય છે. તો પાકિસ્તાની યુવક પોતાની ભારતીય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી દશ વર્ષ સુધી ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઝડપાય છે. આમ તો આ બધી જ વાર્તાઓ રસપ્રદ સમાનતાઓ શેર કરે છે, જે સોશિયલ મીડિયાની આસપાસ ફરે છે, સરહદો પારનો પ્રેમ અને તેમના સંબંધિત સંબંધોની જટિલતાઓ.
સીમા અને સચિનની વાર્તા
સીમા હૈદર, કરાચી, પાકિસ્તાનની ચાર બાળકો ધરાવતી મહિલા છે. જેને લોકપ્રિય PUBG ગેમ રમતા સચિન મીના સાથે પ્રેમ થઇ જાય છે. 10 માર્ચ, 2020 ના રોજ, બંને ચોરી ચોરી નેપાળમાં મળે છે. જ્યાં તેઓએ એક મંદિરમાં કથિત રીતે લગ્ન કરી લે છે. અને પોતાના પ્રેમને મજબૂત નામ આપે છે. અને બંને પોતાના દેશમાં પાછા ફરે છે. સચિન સાથે રહેવાની સીમાની ઈચ્છા દરેક વીતતા દિવસે પ્રબળ થતી ગઈ. સરહદોના સીમાડાને અવગણી તે તેના ચાર બાળકો સાથે ભારત આવે છે.
કરાચીથી શારજાહની ફ્લાઇટ, ત્યારબાદ કાઠમંડુની ફ્લાઇટ અને દિલ્હી સુધી બસની મુસાફરી પછી, સીમા આખરે ગ્રેટર નોઇડા પહોંચી, જ્યાં સચિન તેના આગમનની આતુરતાથી રાહ જોતો હતો. બંને લવબર્ડ્સ નોઈડાના રબુપુરામાં સ્થાયી થયા, જ્યાં તેઓ સાથે રહેવા લાગ્યા.
નસરુલ્લા સુધી પહોંચવાનું અંજુનું સાહસ
આવી જ પ્રેમકથા રાજસ્થાનની અંજુની છે. ભારતના રાજસ્થાનના ભીવાડીની 35 વર્ષીય મહિલા અંજુએ સોશિયલ મીડિયા દ્વારા રોમાંસની નવી દુનિયામાં ડગલા માંડ્યા. તેણી ફેસબુક પર 29 વર્ષીય નસરુલ્લા સાથે જોડાઈ અને આકર્ષણ વધતું ચાલ્યું. અને અંજુ સરહદ પાર કરવા તૈયાર થઇ ગઈ. પતિ અરવિંદથી હકીકત છુપાવી અને જયપુર જવાનું કહી પાકિસ્તાન ઉપડી ગઈ.
અદ્ભુત સમાનતા
નોંધપાત્ર રીતે, સીમા અને અંજુની વાર્તાઓમાં નોંધપાત્ર સમાનતા છે. બંને મહિલાઓ પ્રેમ, હિંમત અને નિશ્ચયના બળે પ્રવાસ પર નીકળી, તેમના પ્રેમની શોધમાં રાષ્ટ્રીય સીમાઓ પાર કરી.
સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમ
બંને વાર્તાઓના સૌથી રસપ્રદ પાસાઓ પૈકી એક એ છે કે આ પ્રેમકથાને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયા માધ્યમ બન્યું છે. સીમા અને સચિનની પ્રેમકથા એક ઓનલાઈન ગેમ દ્વારા પ્રસારિત થાય છે, જ્યારે અંજુ અને નસરુલ્લા ફેસબુકના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં આવે છે. ઈન્ટરનેટ આવવાથી દુનિયા ખરેખર નાની થઇ ગઈ છે. બે શહેરોની સાથે બે દિલોનું અંતર પણ સંસ્કૃતિઓ વચ્ચેનું અંતર અને ધાર્મિક વાડાને નાબુદ કરે છે. જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એકબીજાની નજીક લાવે છે.
બંને મહિલાઓ પરિણીત હતી
સીમા અને અંજુ બંને પરિણીત હતા અને તેમને બાળકો પણ હતા, જેના કારણે તેમની મુસાફરી વધુ જટિલ બની હતી. તેમના ઘર, પરિવાર અને દેશ છોડવાના નિર્ણય માટે અપાર હિંમતની જરૂર હતી. જો કે બંને મહિલાઓએ જોખમો હોવા છતાં, પ્રેમ પર વિશ્વાસ રાખી અપેક્ષાઓ પર વિજય મેળવ્યો.
ઉંમરના બંધન પણ નથી નડ્યા
બંને યુગલોની ઉમરમાં પણ ઘણું અંતર છે. પ્રેમની સામે ઉંમર માત્ર આંકડા સાબિત થઇ છે. 30 વર્ષની સીમા સચિન કરતાં આઠ વર્ષ મોટી છે. અને 35 વર્ષની અંજુ નસરુલ્લા કરતાં છ વર્ષ મોટી છે. લગ્નમાં સામાન્ય રીતે સરખી ઉમરના અથવા પુરુષની ઉમર મોટી હોય તેવું સામાજિક ચલણ છે. (કેટલાક અપવાદોને બાદ કરતા)
સીમા અને અંજુની પસંદગી
સીમા અને અંજુ બંને સોશિયલ મીડિયા થાકી પ્રેમમાં પડે છે. અને મહત્ત્વની વાત છે કે બંને પોતાના દુશ્મન દેશ અને પોતાનાથી વિરુદ્ધ ધર્મના વ્યક્તિના પ્રેમમાં પડે છે. ભારતમાં સચિન સાથે રહેવાની સીમાની અતૂટ પ્રતિબદ્ધતા અને વિના કોઈ વિઝા બાળકો સાથે જે રીતે ભારત આવી તેને આખી દુનિયામાં લાઈમ લાઈટમાં લાવીને મૂકી છે. તો એવી જ રીતે અંજુ પણ મુસ્લિમ યુવક સાથે પાકિસ્તાનમાં જઈ નિકાહ કર્યા અને પોતાના પતિ અને બાળકોને ત્યજી દીધા.
જો કે બંને કેસમાં અસમાનતા પણ છે. સીમાથી વિપરીત, અંજુની ભારત પરત ફરવાની કે પાકિસ્તાનમાં રહેવાની યોજના અસ્પષ્ટ છે. પાકિસ્તાનમાં તે હાલમાં નસરુલ્લા સાથે રહે છે,
આખરે, સીમા અને સચિન, અને અંજુ અને નસરુલ્લાની પ્રેમકથા સામાજિક અવરોધો અને વય અવરોધો, સરહદના સીમાડાને પાર કરી તેમની મંજિલ સુધી તો પહોચી ગઈ છે. હવે જોવાનું એ જ રહે છે પ્રેમનો નશો કેટલો સમય ટકે છે