- હાઈકોર્ટની ખંડપીઠમાં રેફરન્સ નક્કી ન હોવાથી વૃદ્ધોના હજારો કેસોમાં ટ્રિબ્યુનલ ચુકાદો આપી શકતા ન હતા
- રેફરન્સ નક્કી કર્યા બાદ કેસોનો ઝડપથી નિકાલ થશે : ટ્રિબ્યુનલે આદેશ આપતી વખતે કેટલીક બાબતોને પણ ધ્યાને રાખવા પડશે
વૃદ્ધોને હેરાન કરનારા તેમજ યોગ્ય રીતે સાર-સંભાળ ન રાખનારાઓ સામે રાજસ્થાન હાઈકોર્ટે લાંલ આખ કરી મોટો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટનું માનવું છે કે, કોઈપણ વૃદ્ધ સાર-સંભાળ ન રાખવા બદલ અથવા હેરાન કરવા બદલ પુત્ર-વહુને સંપત્તિમાંથી બહાર કરી શકે છે. એટલું જ નહીં મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલ એટલે કે SDO કોર્ટ પણ વૃદ્ધોની અરજી પર પુત્ર-વહુને તેમની સંપત્તિમાંથી બહાર કરી શકે છે.
ખંટપીઠે શું કહ્યું ?
મુખ્ય ન્યાયાધીશ એ.જી.મસીલ તેમજ જસ્ટિસ સમીર જૈનની ખંડપીઠે સિંગલ બૅન્ચ દ્વારા 12 સપ્ટેમ્બર 2019માં ઓમપ્રકાશ અને મનભર દેવી કેસમાં આપેલા રેફરન્સના આધારે આ નિર્ણય આપ્યો હતો. ખંડપીઠે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટે મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા નિકાલની શક્તિઓને સ્વિકારી છે, જોકે આદેશ આપવો મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલના વિવેક પર છે.
ટ્રિબ્યુનલે આ બાબતોનું પણ રાખવું પડશે ધ્યાન
કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 27 ઓગસ્ટ નિર્ધારીત કરી છે. રેફરન્સનો બચાવ કરનારા વકીલ ઓ.પી.મિશ્રાએ કહ્યું કે, ખંડપીઠે સ્પષ્ટ કહ્યું છે કે, સંપત્તિમાંથી કાઢી નાખવાનો આદેશ આપતી વખતે ટ્રિબ્યુનલે કેસના તમામ તથ્યો અને અન્ય સમાંતર કેસોને પણ ધ્યાને રાખવા પડશે.
આ કારણે વૃદ્ધોના હજારો કેસ પેન્ડીંગ
હાઈકોર્ટની ખંડપીઠમાં રેફરન્સ નક્કી ન હોવાના કારણે વૃદ્ધોના હજારો કેસોમાં ટ્રિબ્યુનલ ચુકાદો આપી શકતા ન હતા. સિંગલ બેંચ સમક્ષ પણ અરજીઓ પેન્ડિંગ હતી. રેફરન્સ નક્કી કર્યા બાદ કેસોનો નિકાલ કરી શકાશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8