Independence Day 2023 Special:: આપણા દેશમાં તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને શાહજહાં અને મુમતાઝ મહેલના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ ભારતીય સ્વતંત્રતા સેનાની ઉલ્લાસકાર દત્તની પ્રેમકથા તમને ભલભલા લૈલા મજનૂની કથાઓને પણ ભૂલવા માટે મજબુર કરી દેશે. આઝાદીની લડતમાં ક્રાંતિની સાથે સાથે સ્નેહ પાંગર્યો હતો. ઉલ્લાસકારની કથામાં ભાગ્યમાં એવો વળાંક આવ્યો કે બંને પ્રેમીઓને એક થવામાં વર્ષો લાગ્યા. બ્રિટિશ સામ્રાજ્યની ક્રૂરતાથી બંને અલગ થઈ ગયા હતા, પરંતુ તેમના પ્રેમનો રંગ એટલો પાકો હતો કે તેમને એક થવાથી કોઈ રોકી શક્યું નહીં.
ઉલ્લાસકર અને લીલા બંને અવિભાજિત બંગાળના હતા અને તેમનું જન્મસ્થળ હાલના બાંગ્લાદેશમાં આવેલું છે. ઉલ્લાસકર અને લીલા બાળપણથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાને પસંદ કરતા હતા.
ઉલ્લાસ્કરના પિતા દ્વિજદાસ દત્તા યુનિવર્સિટી ઓફ લંડનના કૃષિ વિભાગના સ્નાતક હતા. ઉલ્લાસકર પણ તેમના પિતાના પગલે ચાલ્યા અને કલકત્તાની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા અને રસાયણશાસ્ત્ર વિભાગમાં તેમનો રસ વધ્યો.
પરંતુ ટૂંક સમયમાં તેને કૉલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા, કારણ કે તેમણે કોલેજના એક અંગ્રેજ પ્રોફેસર રસેલને દેશવાસીઓ વિશે અપમાનજનક બોલવા બદલ માર માર્યો હતો.
જયારે લીલા પણ ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતી હતી. તેઓ બિપિન ચંદ્ર પાલની(જો તમને લાલ બાલ પાલની ત્રિપુટીવાળા બિપિન ચંદ્ર પાલ ) પુત્રી હતી. બંનેનો પ્રેમ ગાઢ બન્યો અને વાત સગાઈ સુધી પહોંચી, પણ અહીં વિધિએ કઈ બીજું જ લખ્યું હતું.
ઉલ્લાસ્કર દત્તાને કાલાપાનીની સજા
વર્ષ હતું 1908, અને યુગાંતર અને અનુશીલન સમિતિએ બ્રિટિશ જજ કિંગ્સફોર્ડને મારી નાખવાની યોજના બનાવી. કિંગ્સફોર્ડ ખૂબ જ ક્રૂર ન્યાયાધીશ હતા, જેમણે ખચકાટ વિના ભારતીય કેદીઓને કાળા પાણી અથવા મૃત્યુની સજા સંભળાવી હતી.
ખુદીરામ બોસ અને પ્રફુલ્લ કુમાર ચાકીએ તેને મારી નાખવાની જવાબદારી સંભાળી, પરંતુ આ કાવતરા માં કિંગ્સફોર્ડ બચી ગયા ને એક યુરોપિયન મહિલા અને અન્ય કેટલાક લોકો માર્યા ગયા. જ્યાં પ્રફુલ્લ કુમાર ચાકીએ અંગ્રેજોના હાથમાં આવવાને બદલે આત્મહત્યા કરવાનું પસંદ કર્યું ત્યાં અંગ્રેજો ખુદીરામ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
તો આ બધાને ઉલ્લાસકર સાથે શું લેવાદેવા છે? હકીકતમાં, આ સમગ્ર મામલાને અંગ્રેજો દ્વારા આલીપોર બોમ્બ કેસ હેઠળ આયોજિત ટ્રાયલનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત નરેન્દ્રનાથ ગોસ્વામી નામના ક્રાંતિકારીએ વિશ્વાસઘાત કરી અંગ્રેજોને માહિતી આપી અને અંગ્રેજોએ હેમચંદ્ર દાસ, બરીન્દ્ર કુમાર ઘોષ [જે મહર્ષિ અરબિંદોના ભાઈ હતા], ઉલ્લાસ્કર દત્તા જેવા લોકોને પકડ્યા. લાંબી સુનાવણી પછી, ઉલ્લાસકર અને ખુદીરામને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી, જ્યારે હેમચંદ્ર અને અન્યને વિવિધ કલમો હેઠળ સજા કરવામાં આવી હતી.
પણ પાછળથી ઉલ્લાસ્કર દત્તાની વકીલાત કરતા ‘દેશબંધુ’ ચિત્તરંજન દાસે એવી દલીલ કરી કે તેમની સજા ઓછી થઈ અને તેમને આજીવન કેદ એટલે કે ‘કાલાપાની’માં મોકલી દેવામાં આવ્યો અને બરીન્દ્રકુમાર ઘોષ સાથે પણ એવું જ થયું. કાલાપાનીની સજામાં આ બંને નેતાઓએ ભયંકર યાતનાઓ સહન કરી હતી.
ઉલ્લાસ્કર દત્તાને આપવામાં આવેલ ત્રાસ
બરીન્દ્રકુમાર ઘોષ તો કાલાપાની ની સજામાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઉલ્લાસકર એટલા નસીબદાર ન હતા. અંગ્રેજો દ્વારા તેમના પર એટલો બધો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, એટલો સખત અત્યાચાર કરવામાં આવ્યો હતો કે તેઓ થોડા સમય માટે માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. વીર સાવરકરે આ બધું પોતાની આંખે જોયું હતું, જેનો ઉલ્લેખ તેમના સંસ્મરણોમાં પણ છે.
ઉલ્લાસ્કર દત્તાને પહેલા આંદામાન ટાપુઓની માનસિક હોસ્પિટલમાં અને પછી મદ્રાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની તબિયતને ધ્યાનમાં રાખીને અન્ય કેદીઓ સાથે 1920 અને 1921 ની વચ્ચે વિશેષ માફીના આદેશ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
હવે ઉલ્લાસ્કર દત્તા અહીં-તહીં ભટકતા રહ્યા, પણ તેમને લીલા મળી ન હતી. 1931 માં, તેઓ ફરીથી અંગ્રેજોના હાથે પકડાઈ ગયા, અને તેમને ફરીથી જેલની સજા ભોગવવી પડી. આ દરમિયાન તેમણે બંગાળીમાં બે પુસ્તકો પણ લખ્યા, “દ્વિપંતેર કોઠા” [ધ સ્ટોરી ઑફ માય લાઇફ પ્રિઝનમેન્ટ] અને “અમર કરજીબન”, એટલે કે [કેદનું જીવન] આખરે આઝાદી પછી તેમણે કલકત્તાને પોતાનું ઘર બનાવ્યું.
પુનઃમિલન
પરંતુ લીલાથી અલગ થવું તેમના માટે અસહ્ય હતું. તેઓ હંમેશા લીલાને શૉધતા રહ્યા. પરંતુ તેમને આજીવ કેદની સજા મળતા લીલા પાલને તેમના પરિવાર જનોએ અન્ય સાથે લગ્ન કરાવી દીધા હતા. છેવટે જ્યારે બંને મળ્યા ત્યારે ઉલ્લાસ્કર દત્તાને ખબર પડી કે તે પેરાલીસીસથી પીડાઈ રહી છે અને વિધવા પણ છે.
પરંતુ ઉલ્લાસકરનો લીલા પ્રત્યેનો પ્રેમ જરા પણ ઓછો થયો ન હતો અને આખરે 4 દાયકાથી વધુ સમયની જુદાઈનો 1957માં અંત આવ્યો, જ્યારે બંનેના લગ્ન થયા અને બંને પાછા આસામના સિલચર જિલ્લામાં ગયા, જ્યાં ઉલ્લાસકર પોતાનું જીવન જીવતા હતા. જો કે નસીબ જોગે લીલાનું 1958માં અવસાન થયું, તેમના લગ્નના થોડા સમય પછી, ઉલ્લાસ્કરનું 17 મે 1965ના રોજ કલકત્તામાં અવસાન થયું. આવો પ્રેમ તમે ક્યારેય જોયો કે સાંભળ્યો છે?
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8