Independence Day 2023 Special: સ્વતંત્રતા સેનાની બીના દાસનો જન્મ 24 ઓગસ્ટ 1911ના રોજ બંગાળના કૃષ્ણનગરમાં પ્રખ્યાત બ્રહ્મસમાજી શિક્ષક બેની માધવ દાસ અને સામાજિક કાર્યકર સરલા દેવીના ઘરે થયો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે, બીનાએ બંગાળના તત્કાલિન ગવર્નર પર પાંચ ગોળીઓ ફાયર કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
21 વર્ષની ભારતીય યુવતીની હિંમતથી અંગ્રેજો પણ ચોંકી ગયા હતા. સાથે ભારતીય રૂઢિવાદી સમાજને પણ વિચારવા મજબુર કરી દીધું હતું કે એક યુવતી પુરુષની માફક જ હથિયાર પણ ચલાવી શકે છે.
બીના બાળપણથી જ ક્રાંતિકારી સ્વભાવના હતા. તેમના પિતા માધવ દાસ તે સમયના પ્રખ્યાત શિક્ષક હતા અને સુભાષ ચંદ્ર બોઝ જેવા નેતાઓ પણ તેમના વિદ્યાર્થીઓ હતા.
બીનાની મોટી બહેન કલ્યાણી દાસ પણ સ્વતંત્રતા સેનાની હતી. તેમના શાળાના દિવસોથી જ, બંને બહેનોએ અંગ્રેજો વિરુદ્ધ રેલીઓ અને મોરચાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમની માતા સરલા દેવીને પણ જાહેર કાર્યોમાં ખૂબ જ રસ હતો અને નિરાધાર મહિલાઓ માટે તેમણે ‘પુણ્યાશ્રમ’ નામની સંસ્થા પણ બનાવી હતી.
વર્ષ 1928માં બિનદાસે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છાત્રી સંઘ (મહિલા વિદ્યાર્થી સંઘ) માં જોડાયા હતા. આ યુનિયન બ્રહ્મો ગર્લ્સ સ્કૂલ, વિક્ટોરિયા સ્કૂલ, બેથ્યુન કૉલેજ, ડાયોસેસન કૉલેજ અને સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કરતી છોકરી વિદ્યાર્થીઓનું જૂથ હતું. બંગાળમાં કાર્યરત આ જૂથમાં 100 સભ્યો હતા, જેઓ ભવિષ્ય માટે ક્રાંતિકારીઓની ભરતી કરતા હતા તેમજ તેમને તાલીમ આપતા હતા.
સંઘમાં તમામ વિદ્યાર્થિનીઓને લાકડીઓ, તલવારો તેમજ સાઇકલ અને ગાડીઓ ચલાવવાનું શીખવવામાં આવતું હતું. આ યુનિયનમાં સામેલ ઘણી વિદ્યાર્થિનીઓએ તો પોતાનું ઘર છોડી દીધું હતું અને બીનાની માતા સરલા દેવી દ્વારા સંચાલિત ‘પુણ્યાશ્રમ’માં રહેવા લાગી હતી. જોકે, આ છાત્રાલય અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ હતું. અહીંના સ્ટોર હાઉસમાં સ્વતંત્રતા સેનાનીઓ માટે હથિયારો, બોમ્બ વગેરે સંતાડવામાં આવ્યા હતા.
કલકત્તાની ‘બેથ્યુન કૉલેજ’માં અભ્યાસ કરતી વખતે, 1928માં, સાયમન કમિશનના બહિષ્કાર દરમિયાન, બીનાએ તેના વર્ગની કેટલીક અન્ય વિદ્યાર્થીનીઓ સાથે તેની કૉલેજના ગેટ પર ધરણા કર્યા હતા. તેણીએ કોંગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવક તરીકે પણ ભાગ લીધો હતો. આ પછી તે ‘યુગાંતર’ પાર્ટીના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવી.
6 ફેબ્રુઆરી, 1932ના રોજ બંગાળના ગવર્નર સ્ટેન્લી જેક્સન દીક્ષાંત સમારોહમાં કલકત્તા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિગ્રીઓનું વિતરણ કરવાના હતા. બીના દાસે બી.એ. પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેમને પણ આ સમારોહમાં પદવી લેવાની હતી. તેમણે પોતાના સાથીદારો સાથે પરામર્શ કરીને, નક્કી કર્યું કે તેઓ બંગાળના ગવર્નર સ્ટેન્લી જેક્સન પર ગોળી ચલાવશે. જેઓ ડિગ્રી લેતી વખતે દીક્ષાંત સંબોધન આપવાના હતા.
તે દિવસોમાં જેક્સન ‘જેકર્સ’ તરીકે ઓળખાતો હતો અને તેણે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં સેવા આપી હતી, તેથી તેનું નામ ખૂબ પ્રખ્યાત હતું.
સમારંભમાં જેક્સને પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે બીના ભીડમાંથી ઉભી થઈ અને ગવર્નર પર ગોળીબાર કર્યો. પરંતુ બીના ટાર્ગેટ ચૂકી ગઈ અને ગોળી જેક્સનના કાનમાંથી પસાર થઈ ગઈ. ગોળીના અવાજથી સભામાં અરાજકતા સર્જાઈ હતી.
દરમિયાન, લેફ્ટનન્ટ કર્નલ સુહરાવર્દી દોડીને એક હાથે બીનાનું ગળું પકડી લીધું અને બીજા હાથમાં પિસ્તોલ વડે કાંડું પકડીને હોલની છત તરફ ઈશારો કર્યો. આમ છતાં બીનાએ એક પછી એક ગોળીઓ વરસાવી. તેણે કુલ પાંચ ગોળીઓ ચલાવી હતી. બ્રિટિશ પોલીસે તરત જ બીનાની ધરપકડ કરી હતી.
બીના દાસ પર કેસ ચલાવવામાં આવ્યો અને તેને નવ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. ટ્રાયલ દરમિયાન, તેના સાથીદારોના નામ જાહેર કરવા માટે તેના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ બીના ટ્સની મસ નોહતા થયા. તેમણે સુનાવણી દરમિયાન કહ્યું કે,”બંગાળના ગવર્નર એવી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જેણે મારા 300 મિલિયન દેશવાસીઓને ગુલામીમાં રાખ્યા છે.”તેણીએ વધુમાં કહ્યું કે તે રાજ્યપાલની હત્યા કરીને સિસ્ટમને હલાવવા માંગતી હતી.
સજા સંભળાવતા પહેલા તેણે કલકત્તા હાઈકોર્ટમાં કહ્યું કે,
“હું કબૂલ કરું છું કે સેનેટ હાઉસમાં છેલ્લા કોન્વોકેશનના દિવસે મેં રાજ્યપાલ પર ગોળીબાર કર્યો હતો. આ માટે હું મારી જાતને સંપૂર્ણપણે જવાબદાર માનું છું. જો મૃત્યુ મારું નસીબ છે, તો હું તેને અર્થપૂર્ણ બનાવવા માંગુ છું,
તેમના સંસ્મરણો વિષે ‘જીવન અધ્યાય’માં, તેમની બહેન કલ્યાણી દાસ લખે છે કે કેવી રીતે ભાગ્યએ બંને બહેનોને હિજલી જેલમાં બંધ કર્યા ત્યારે તેમને પાછા એકસાથે લાવ્યાં. બાદમાં આ જગ્યાને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી.
બીનાના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને પડકારો આવ્યા, તેણીએ સ્વતંત્રતા માટે લડવાનું બંધ કર્યું નહીં. વર્ષ 1937 માં, પ્રાંતોમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી, બીના પણ અન્ય રાજબંધીઓ સાથે જેલમાંથી બહાર આવી. ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન તેમને ત્રણ વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. તે 1946 થી 1951 સુધી બંગાળ વિધાનસભાના સભ્ય હતા. બીનાએ ગાંધીજીની નોઆખલી મુલાકાત દરમિયાન લોકોના પુનર્વસન કાર્યમાં પણ સક્રિય ભાગ લીધો હતો.
તેમણે 1947માં સાથી સ્વતંત્રતા સેનાની ભૌમિક સાથે લગ્ન કર્યા, પરંતુ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. પતિના મૃત્યુ પછી તેમણે કલકત્તા છોડી દીધું અને દુનિયાની નજરથી દૂર ઋષિકેશમાં એક નાનકડા આશ્રમમાં રહેવા જતા રહ્યા હતા. પોતાના ગુજરાત માટે તેમણે શિક્ષક તરીકે કામ કર્યું અને સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી સ્વતંત્રતા સેનાની પેન્શનનો ઇનકાર કર્યો.
દેશ માટે પોતાની જાતને સમર્પિત કરનાર આ વીરાંગનાનો અંત ખૂબ જ દુઃખદ હતો. મહાન સ્વતંત્રતા સેનાની, પ્રોફેસર સત્યવ્રત ઘોષે તેમના એક લેખ “ફ્લેશબેક: બીના દાસ – પુનર્જન્મ” માં તેમના કરુણ મૃત્યુ વિશે લખ્યું હતું. ઍમણે કિધુ,
“તેમણે રસ્તાની બાજુમાં પોતાનું જીવન સમાપ્ત કર્યું. તેમનો મૃતદેહ ખૂબ જ ખંડિત અવસ્થામાં રોડ સાઇડથી મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થતા લોકોને તેમની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી અને મહિનાઓની શોધખોળ બાદ જાણવા મળ્યું કે લાશ બીના દાસની છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
Independence Day 2023 Special: સ્વતંત્રતા સેનાની ઉલ્લાસ્કર દત્તા અને લીલાની અનોખી પ્રેમકથા
ફક્ત આ ખાસ લોકોને તેમની કાર પર ત્રિરંગો ધ્વજ લગાવવાનો અધિકાર છે