@partho alkesh pandya, પાટણ
શ્રાવણ માસ શરુ થઇ ચુક્યો છે. શિવભક્તો પોતપોતાના આરાધ્યદેવ શિવને રીઝવવા માટે વહેલી સવારે શિવ પૂજા કરી રહ્યા છે. પાટણ શહેરમાં શિવ મંદિરોની એક અલગ ઓળખ છે અને તેનો ઈતિહાસ પણ અનોખો છે. શિવભક્તોની આસ્થાને લઈ તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે શિવની સાથે જાણે જીવનું મિલન હોય તેવો ભાવ ઉમટે છે. પાટણમાં અંદાજે 500 વર્ષ જૂનું કેદારેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલ છે. આ શિવલિંગની સ્થાપના બાદ એવી લોકવાયકા છે કે દર વર્ષે શિવલિંગ ચોખા ભાર વધે છે. શિવભકતો માટે આ બાબતને લઈ કોઈજ આશંકા નથી અને પૂરી શ્રદ્ધા સાથે કેદારેશ્વર શિવલિંગની પૂજા થાય છે.
કેદારેશ્વર શિવલિંગના ઇતિહાસની વાત કરીએ તો પાટણ શહેર મધ્યમાં આવેલ લોટેશ્વર વિસ્તારનું કેદારેશ્વર મહાદેવનો ઇતિહાસ રોચક છે. આ શિવલિંગ દર વર્ષે ચોખા ભાર વધી રહ્યું હોવાનું ભક્તોમાંને છે. આ કેદારેશ્વર મહાદેવનું મંદિર 500 વર્ષ જૂનું હોવાનું આ વિસ્તારના રહીશો જણાવે છે.
આ કેદારેશ્વર મહાદેવનું શિવલિંગની અલગ પ્રકારની ઓળખ છે. આમતો શિવલિંગનો આકાર પરંપરાગત લંબગોળ હોય છે, પરંતુ આ શિવલિંગ એક અલગ છાપ ઊભી કરી છે જે તે સમયે આ શિવલિંગ ધરતી ઢંક હસે અને સમયાંતરે આ શિવલિંગ જેમ જેમ બહાર આવતું ગયું તેમ તેમ ફેરફાર નજરે પડ્યા. હાલના સમયમાં આ શિવલિંગ પર આંખ, ભ્રમર, કાન, નાક, શીંગડા, ચાર પગ પૂંછડી સહીત નંદી -પોઠીઓ ની છાપ મોજુદ છે.
શિવ ભક્તોને માટે શિવલિંગની પૂજા એજ એમનું લક્ષ્ય હોય છે અને ભક્તિ ભાવ પૂર્વક આરાધના એજ એમનો શિવ મંત્ર છે. 500 વર્ષ જૂની પ્રાચીન ઐતિહાસિક મંદિર ખંડેર બને તે પહેલાં આ વિસ્તારના રહીશો જેમાં ખત્રી, પટેલ, મોદી, સહિત તમામ સમાજના આગેવાનો ની એક મિટિંગ મળી હતી અને મંદિરનું ગર્ભ ગૃહ અકબંધ રાખી મંદિરનો જીર્ણોધાર કરવો નક્કી કરવામાં આવ્યું હતું. આ મંદિર જીર્ણ શીર્ણ અવસ્થામાં હતું. થોડા સમય પહેલા આ મંદિરનો જીર્ણોધાર થયો છે. આમ આ મંદિર દર વર્ષે ચોખા ભાર વધતું હોઈ લોકોના શ્રદ્ધા નું કેન્દ્ર બન્યું છે.
અહી ત્રણ સમય સેવા આરતી પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.