@RUTUL PRAJAPATI, ARVALLI
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. ખુદ સગો ફુવો જ એક 4 વર્ષની નાનકડી કુમડી દીકરી પર હેવાન બને તો કોણ કોના પર વિશ્વાસ કરશે એ મોટો પ્રશ્ન છે. મહેમાનગતિએ આવેલા 70 વર્ષના સગા ફુવાએ નાનકડી કુમળી દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતુ.
બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની આ ગામમાં ફુવા પોતાના સાળાને ત્યાં મહેમાનગતિએ આવ્યા હતા. ગઈ રાત્રે ઘરના બધા બેઠા હતા તે સમયે મહેમાનગતિએ આવેલા સગા 70 વર્ષીય ફુવા ફતેસિંહ ઝાલાની નજર પોતાના સાળાની ફૂલ જેવી 4 વર્ષીય બાળકી પર પડી. એ નજર ખૂબ હેવાનીયત ભરેલી હતી.
બાળકીને રમાડવાના બહાને ખેતરમાં લઈ ગયો
જેથી રસોડામાં બેઠેલી બાળકીને રમાડવાના બહાને ફરવા લઈ જવાનું કહી નરાધમ 70 વર્ષીય બુઢ્ઢો ફતેસિંહ ઝાલા બાજુમાં આવેલા ખેતરમાં લઇ ગયો હતો. ત્યાં બાળકી સાથે ગંદી ચેસ્ટા કરવા લાગ્યો હતો. બાળકીને નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચરતો હતો. તે સમયે એક રાહદારી ત્યાંથી પસાર થતો હતો. તેની નજર આ હેવાન આધેડ પર પડી એટલે આ નરાધમ ત્યાંથી જાણે કાઈ બન્યું જ નથી એમ માનીને રવાના થઈ ગયો હતો. આ નરાધમ સબંધમાં બાળકીનો સગો કૂવો થાય છે. તે બાળકીના સગા ફૂવા હોવાથી અવારનવાર ઘરે આવતા હતા. જેથી કોઈને પણ શંકા ગઈ ન હતી.
રાત્રે દીકરીને શરીરમાં દુખાવો થયો
ત્યાર બાદ બાળકી પણ પોતાના ઘરે જતી રહી હતી. પણ દીકરી 4 વર્ષનુ કુમળુ ફૂલ હતી જેથી આવી ખરાબ હરકતો દીકરીથી સહન ન થતા રાત્રે દીકરીને શરીરમાં દુખાવો થયો હતો. આથી આ અંગેની જાણ દીકરીએ પરિવારને કરી હતી. ઘરે માતાપિતા હકીકતથી વાકેફ થતા માતાએ તપાસ કરતા દીકરીના શરીર પર ગુપ્ત ભાગે ગંભીર રીતે ઇજાઓ જોવા મળી હતી. આથી દીકરીના પિતાએ સમગ્ર ઘટનાની જાણ સાઠંબા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે વાત્રક અને ત્યાથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આરોપીને મેડીકલ તપાસ માટે મોકલાયો
જે અંગે બાયડ પોલીસે IPC કલમ 363, 376 A(B) અને પોસ્કો એક્ટ કલમ 4, 6, 8, 12 હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. પોક્સો અધિનિયમની જોગવાઈ અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેસની તપાસ સર્કલ PSIને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ ટીમોની જોગવાઈ કરી સત્વરે જ નરાધમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીને મેડીકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેસની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી
સમગ્ર ઘટના અંગે DYSPએ જણાવ્યું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8