accident: ગંગોત્રી હાઈવે પર બસ 33 મુસાફરોને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ આવી રહી હતી. આ દરમિયાન બસ બેકાબૂ થઈ ખાઈમાં પડી ગઈ હતી.
ઉત્તરાખંડમાં રવિવારે એક દર્દનાક અકસ્માત (accident) સર્જાયો હતો. ગંગોત્રી (gangotri) હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં પડી હતી. અકસ્માતમાં (accident) પાંચથી સાત લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, બસ નંબર (યુકે 07 8585) 33 મુસાફરો સાથે ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ આવી રહી હતી. આ દરમિયાન બસ બેકાબૂ થઈ ખાઈમાં પડી ગઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 28 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે.
ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ (ambulance) દ્વારા હોસ્પિટલમાં (hodpital) દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ એક મૃતદેહ પણ મળી આવ્યો છે. એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જિલ્લા હોસ્પિટલમાંથી વધુ બે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8