- તળિયા ઝાટક જેવી પાલિકાની તિજોરીનું રાજહઠ સામે કશુ ચાલ્યું જ નહિ…..
@MOHSIN DAL, GODHARA
ગોધરા નગર પાલિકાની શનિવારના રોજ યોજાયેલ સામાન્ય સભામાં ધારણા પ્રમાણે સત્તાધારી ભા.જ.પ.ની બહુમતી સાથે ગોધરા ન.પાલિકામાં વધુ ૬ ગ્રામ પંચાયતોના સમાવેશના મુદ્દાના ઠરાવને મંજુર કરાયો હતો. જો કે સામાન્ય સભા શરૂ થાય આ પૂર્વે ગોધરા ન.પાલિકાના ઉપપ્રમુખ અકરમ પટેલ અને વિરોધપક્ષના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખને ૬ ગ્રામ પંચાયતોના સમાવેશ કરવાના ઠરાવ સામે લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો. એમાં જણાવ્યું હતું કે આ ગ્રામ પંચાયતોના કાર્યક્ષેત્રમાં મોટાભાગની ખેતીની જમીનો આવેલ અને ગોધરા પાલિકાની આર્થિક સ્થિતિ પણ સધ્ધર નથી ત્યારે કોઈક ચોક્કસ રાજનૈતિક હેતુ પાર પાડવા માટે શહેરીજનો સાથે ગંભીર રમતો રમાઈ હોવાના ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
ગોધરા નગર પાલિકાના સભાખંડમાં યોજાયેલ ત્રિમાસિક સામાન્ય સભામાં ૩૫ જેટલા કામોના એજન્ડા માંથી ૩૪ જેટલા કામોને સર્વાનુંમંતે મંજૂર કર્યા હતા. જેમાં મુખ્યત્વે હમીરપુર પંપીંગ સ્ટેશન ખાતે રોગચાળો ફેલાય નહીં તે માટે તાત્કાલિક નવી ૫-ડાયાની ૧૮૫ એમ.એમ. ૧૨ આર.એમ.ટી. કેબલ તથા ફીટીંગ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ ગોધરા નગર પાલિકામાં ફિક્સમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગોધરા નગર પાલિકામાં પવડી શાખામાં કડિયા કામ કરતા લોકોના રોજમાં પણ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી, અને ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે ચમન મસ્જિદ પાસે ગટર બનાવવા માટે સ્થાનિક સભ્યોએ રજૂઆત કરી છે જે સંદર્ભમાં ૧૫માં નાણાપંચમાંથી ₹ ૨,૯૪,૦૦૦ મંજૂર થયા હતા, પરંતુ હાલમાં આ જગ્યાએ એલ.સી ૪ રેલ્વે અંડર બ્રિજની કામગીરી ચાલુ હોય માટે ગટર બનાવવાનો હેતુ સિદ્ધ થતો નથી જેથી સદર કામના હેતુફેર કરીને પાવર હાઉસ સામે આવેલ તિરઘરવાસમાં સી.સી.રોડ બનાવવાની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી.
જ્યારે સામાન્ય સભામાં રજૂ થયેલા કામોમાં ૩૫માં મુદ્દામાં પંચાયતને મર્જ કરવાની બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં હાલ ભામૈયા, ચિખોદ્રા, વાવડી બુઝર્ગ પંચાયતનું નગર પાલિકા સાથે સમાવેશ કરવામાં આવ્યું છે. અને નગર સેવાસદન દ્વારા સમાવેશ પંચાયતો પાસેથી વેરો પણ વસૂલ કરવામાં આવે છે. પરંતુ પંચાયતના જોડાણથી પંચાયતને જે પહેલા મળતી મૂળભૂત સુવિધામાં ઘટાડો થયેલો જોવા મળે છે.જેનું મુખ્ય કારણ સેવાસદનની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિ છે. છેલ્લા અઢી વર્ષથી સેવાસદની આર્થિક પરિસ્થિતિ સારી નથી જે ચુંટાયેલા તમામ સભ્યોને જાણમાં છે. પંચાયતના જોડાણથી મૂળભૂત રીતે નગર સેવાસદન દ્વારા પંચાયતને પૂરતા પ્રમાણમાં સેવાઓ મળતી નથી. પંચાયતના જોડાણથી આર્થિક સ્થિતિ સુધારાની કલ્પના હતી. પરંતુ સેવાસદનની વધુ આર્થિક સ્થિતિ બગડેલી છે.અને આવકના અન્ય કોઈ સ્ત્રોત ઊભા કરવામાં આવેલ નથી અને અન્ય કોઈ વિકલ્પ પણ બચેલ નથી.
આ નવીન વધુ પંચાયત ગોવિંદી, દયાળ, જાફરાબાદનું ગોધરા નગર પાલિકા સાથે સમાવેશ કરવામાં આવે તો સેવાસદનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.વધુમાં પંચાયતમાં ભૂગોળ અંગે અભ્યાસ કરવામાં આવે તો ૮૦% જમીન ખેતીલાયક છે જેથી ખેડૂત વર્ગને નુકસાન થાય તેમ છે.અને પહેલા પણ ત્રણ પંચાયતનું સમાવેશનો મુખ્ય નામદાર ગુજરાત હાઇકોર્ટમાં વીચારાધીન છે. આમ પંચાયતનો સમાવેશ કોઈ ચોક્કસ રાજનીતિ હેતુ પાર પાડવા માટે ગોધરા શહેરમાં લોકો સાથે ગંભીર પ્રકારની રમત રમાઈ રહેલ છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માટે ગોધરા નગર પાલિકા ૬ પંચાયતના વાવડી બુઝર્ગ, ભામૈયા, ચિખોદ્રા, ગોવિંદી, જાફરાબાદ સમાવેશ કરવા માટે વિરોધપક્ષના સભ્યોએ વિરોધ કર્યો હોવા છતાંપણ સર્વાનુંમત્તે મજૂર કર્યો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
GODHARA/ ભાગોળ પાસે ખોદવામાં આવેલ ખાડામાં વધુ એક કાર ફસાઈ