- ગોધરા પાલિકા ચૂંટણી બાદના રાજકીય દુરાગ્રહોમાં પ્રજાજનોનો શુ વાંકગુનો…..
@MOHSIN DAL, GODHARA
ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ અંબિકા નગર સોસાયટીના રહીશો દ્વારા ભૂગર્ભ ગટર લાઇન તથા આર.સી.સી. રોડ બનાવવાની માંગ સાથે નગર પાલિકા કચેરી અને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી
આજરોજ ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલી અંબિકા નગર સોસાયટીના રહીશો ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટર કચેરીએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત માટે પહોંચ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે એસ.આર.પી.એફ. ગ્રુપ-૫ સામે અંબિકા નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીની ૧૫ થી ૧૭ વર્ષ અગાઉ સ્થાપના કરવામાં આવેલી છે. આ અંબિકા નગર સોસાયટીમાં ૪૦૦ મકાનો બનાવવામાં આવેલા છે, અને તેમના પરિવારજનો વસવાટ કરે છે. જ્યાર થી આ સોસાયટી બની ત્યારથી સોસાયટીમાં ભૂર્ગભ ગટરની કે અન્ય કોઈ સુવિધા કે વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીનો નિકાલ થતો ન હોવાથી વપરાશનું પાણી ખુલ્લામાં જાય છે. જેના કારણે આ સોસાયટીમાં ખૂબ જ ગંદકી થાય છે અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.
તેના કારણે આ સોસાયટીના રહીશોને બિમારીનો ભોગ બનવું પડે છે. સોસાયટીના રહીશોને ગટરની વ્યવસ્થા તેમજ ગટર લાઈન ન હોવાથી પાણીના નિકાલ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોસાયટીમાં પાણીનો નિકાલ થતો ન હોઈ ગંદકીના કારણે ઉત્પન્ન થતાં મચ્છરોથી રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. જેથી આ સોસાયટીમાં ગટર લાઈનની આવશ્યકતા તથા ખૂબ જ જરૂરીયાત હોવાથી સત્વરે ગટર લાઈન કરી આપવા અમારી માંગ છે, વધુમાં જયારથી આ સોસાયટી બની ત્યારથી કબીર મંદિરની બાજુવાળો અંબિકા નગરમાં જવાનો રસ્તો એકદમ કાચો તથા ખાડાવાળો છે અને પાકા રોડની કોઈ સુવિધા કરવામાં આવી નથી. ચોમાસામાં આ રસ્તા ઉપર પાણી ભરાય જાય છે. જેથી અંબિકા નગરના રહીશોને આ કાચા રસ્તા પરથી જવા- આવવા માટે ઘણી જ મુશ્કેલી તેમજ અગવડતા પડે છે. જેથી સત્વરે કબીર મંદિરની બાજુમાં થઈ અંબિકાનગરમાં જતો રસ્તો આર.સી.સી. રોડ કરી આપવા અમારી વિનંતી છે. અંબિકા નગર સોસાયટીમાં ભૂર્ગભ ગટર લાઈન તથા આર.સી.સી. પાકો રોડ બનાવવા માટે સોસાયટીના રહીશોએ અગાઉ પાલિકા પ્રમુખ તેમજ સ્થાનિક કાઉન્સિલરને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી અંબિકા નગર સોસાયટીમાં ભૂર્ગભ ગટર લાઈન કે આર.સી.સી. પાકો રોડ બનાવવામાં આવેલ નથી કે આ અંગે કોઈ નકકર પગલાં લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
GODHARA/ ભાગોળ પાસે ખોદવામાં આવેલ ખાડામાં વધુ એક કાર ફસાઈ
ગોધરાના સાંકલી ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે દોડ સ્પર્ધાનું આયોજન કરાયું
રાજકીય દુરાગ્રહો/ ગોધરાના અંબિકાનગર રહીશો દ્વારા રસ્તો અને ગટર વ્યવસ્થાની સુવિધાઓ આપોની રજૂઆત