ગોધરા પાલિકા તંત્ર C.C.T.V.ફુટેજોની મદદથી આ ચહેરાને શોધવાની કવાયત કરશે…..
@MOHSIN DAL, GODHARA
ગોધરા શહેરના અટલ ઉદ્યાન પાસે આવેલ જાહેર શૌચાલયને અડીને નગર પાલિકા દ્વારા મૂકવામાં આવેલા જાહેર કચરાના ડસ્ટબીની પાસે હોસ્પિટલના સંચાલક અથવા તો મેડિકલના સંચાલક દ્વારા ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મોટી માત્રામાં નાંખવામાં આવ્યો છે. આમ જાહેરમાં ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ નાંખી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટ બિન ઉપયોગી ટેબ્લેટ અને ખાલી દવાઓની બોટલ ઇન્જેક્શન જેવી વસ્તુઓ મળી આવી હતી. આ બાયો મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલના સંચાલક દ્વારા અથવા તો મેડિકલ સંચાલક દ્વારા નાંખવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે મેડિકલ વેસ્ટ કોણ નાંખી ગયુ છે તે અંગે કોઈ માહિતી મળી નથી. જ્યારે ગોધરા નગર પાલિકાના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતાએ જે મેડિકલ વેસ્ટ નાખી ગયું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ગોધરા શહેરના બગીચા રોડ પરના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવશે અને જે પણ સી.સી.ટી.વી. કેમેરામાં પકડાશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગોધરા શહેરમાં અટલ ઉદ્યાન પાસે આવેલ જાહેર શૌચાલયને અડીને જાહેર ડસ્ટબિનની બહાર હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો હતો. જે વેસ્ટ કચરો ગાય સહિતના પશુઓ ખાતા નજરે પડ્યાં હતા. ત્યારે શહેરીજનો અને પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. ઘોર બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી હતી. શહેરના હોસ્પિટલ સંચાલકો અથવા તો મેડિકલ સંચાલકો દ્વારા જાહેરમાં ઇન્જેક્શન તેમજ સોય સહિત મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવેલું છે. જેથી રખડતા પશુઓ બાયોમેડીકલ વેસ્ટ અને ખાસ કરીને સીરીઝ, સોય, નિડલને કારણે ઇજા થવી અથવા નુકસાન થતું જોવા મળે છે. જેથી પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી જવા પામી છે. જેથી નિયમો વિરુદ્ધ જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા તબીબો અને હોસ્પિટલો સંચાલકો અથવા તો મેડિકલ ના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ગોધરાના સ્થાનિક રહીશોમાં ઉઠવા પામી છે.
સામાન્ય રીતે બાયોમેડિકલ વેસ્ટ નક્કી કરેલા એજન્સીએ એક વેનમાં વિવિધ હોસ્પિટલમાંથી નિયમ મુજબ પેકિંગ કરીને લઈ જતી હોય છે. બાયો મેડિકલ વેસ્ટ કોઈપણ ખુલ્લી જગ્યામાં ઠાલવી શકતો નથી, પણ આવી કરતુંતોથી આસપાસના લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે, પણ હવે આ અંગે આરોગ્ય વિભાગ શું તપાસ કરે છે તે જોવું રહ્યું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
GODHARA/ ભાગોળ પાસે ખોદવામાં આવેલ ખાડામાં વધુ એક કાર ફસાઈ
રાજકીય દુરાગ્રહો/ ગોધરાના અંબિકાનગર રહીશો દ્વારા રસ્તો અને ગટર વ્યવસ્થાની સુવિધાઓ આપોની રજૂઆત