cricket: ભારત અને આયરલેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ડબલિનમાં રમાશે. ભારત પાસે 2-0ની લીડ છે. હવે કેપ્ટન જસપ્રીત બુમરાહના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે સિરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી.
બુમરાહ રચી શકે છે ઈતિહાસ
આજે બુમરાહ પાસે ઈતિહાસ રચવાનો મોકો છે. જો ભારત આજની મેચ જીતે છે તો બુમરાહ કેપ્ટન તરીકે કોહલી અને રૈનાથી આગળ નીકળી જશે. આ પહેલા કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને સુરેશ રૈનાએ આયર્લેન્ડ સામે 2-2 મેચ જીતી છે.
કેવું રહેશે વાતાવરણ?
ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ કારણે મેચનું પરિણામ ડકવર્થ લુઈસ નિયમથી લેવામાં આવ્યું હતું. હવે ત્રીજી મેચમાં પણ વરસાદની સંભાવના છે. જો વરસાદ પડે તો રમત શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. આ સાથે વધુ વરસાદના કિસ્સામાં ડકવર્થ-લુઈસ નિયમનો પણ ઉપયોગ કરી શકાય છે.
નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે આયરલેન્ડ
ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં રિંકુ સિંહે 38 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. આ સાથે જ આયરલેન્ડ માટે વિજય નોંધાવવો આસાન નહીં હોય. તે સતત બે મેચ હારી છે. હવે તે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે.
આ ખેલાડીને મળી શકે છે તક
ટીમ ઈન્ડિયા મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. જીતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે વિકેટકીપર બેટ્સમેન છે. પરંતુ જીતેશને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની સ્થિતિમાં શિવમ દુબેને આરામ આપવામાં આવી શકે છે. જીતેશને વિકેટકીપિંગની તક મળવાની શક્યતા ઓછી છે. સિનિયર ખેલાડી સંજુ સેમસન પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
બંને cricket ટીમોની સ્કોડ
આયરલેન્ડ
પોલ સ્ટર્લિંગ (c), લોર્કન ટકર (wkt), એન્ડ્રુ બાલબર્ની, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક અડાયર, બેરી મૈકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ, ફિઓન હેન્ડ, થિયો વાન વોરકોમ, ગેરેથ ડેલાની, રોસ અડાયર
ભારત
જસપ્રિત બુમરાહ (c), સંજુ સેમસન (wkt), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, જીતેશ શર્મા, મુકેશ કુમાર, શાહબાઝ અહેમદ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more