સુરેન્દ્રનગર જિલ્લામાં “મારી માટી, મારો દેશ: માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત કુલ ૫૬૯ ગામોમાં અને ૧૦ તાલુકા પંચાયત ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
‘મારી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત જિલ્લામાં કુલ ૫૫૦ શિલાફલકમ અને ૫૭૯ અમૃત વાટિકા બનાવી કુલ ૪૩૪૫૪ રોપાઓનું વાવેતર કરાયું
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ‘મારી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઠેર-ઠેર ગ્રામ પંચાયતો ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં કુલ ૫૪૦ ગ્રામ પંચાયત કક્ષાએ કુલ ૫૬૯ ગામોમાં અને ૧૦ તાલુકા પંચાયત ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સમગ્ર જિલ્લામાં પંચાયત વિસ્તારમાં કુલ ૫૫૦ શિલાફલકમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૩૦,૦૮૨ નાગરીકો દ્વારા સેલ્ફી પણ અપલોડ કરવામાં આવી હતી. આ સાથે ૪૧,૮૪૫ લોકોએ હાથમાં માટી અથવા માટીનો દીવો લઈને “પંચપ્રણ” પ્રતિજ્ઞા પણ લીધી હતી. તેમજ કુલ ૫૭૯ અમૃત વાટિકા બનાવીને કુલ ૪૩,૪૫૪ રોપાઓનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ અભિયાનની ટેગ લાઈન મુજબ, સ્વાતંત્ર્ય સેનાની, વીર શહીદ અને સેના અને પોલીસના જવાનોના ૨૬૩૪ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લામાં કુલ ૪૩,૧૯૨ નાગરિકો ધ્વજવંદન અને રાષ્ટ્રગાનમાં સહભાગી થઇ દેશભક્તિમય બન્યા હતાં.
@sachin pithva, surendranagar