- અરે..!!.. પીપલોદ પોલીસ સ્ટેશન માંથી જ વિદેશી શરાબની ૨૩ પેટીઓના ચોરી પ્રકરણમાં કોન્સ્ટેબલ, G.R.D. અને T.R.B. જવાનો સમેત ૧૫ આરોપીઓ સામે ગુન્હો દાખલ.!!
- એક બ્લ્યુ કલરની સ્વીફ્ટ કારનો આરોપી ચહેરો પોલીસ તંત્રનો કે બુટલેગર નો ની ભારે ચર્ચાઓ…..
@mohsin daal godhara
દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ મથકમાં બે દિવસો પૂર્વે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ₹ ૪૪ લાખના વિદેશી શરાબના જંગી જથ્થાને ઝડપી પાડ્યો હતો, આ વિદેશી શરાબના મુદ્દામાલને પોલીસ મથકમાં મુકવાની કામગીરીઓ દરમિયાન વિદેશી શરાબની ૨૩ પેટીઓ સગેવગે કરાઈ હોવાના ચોંકાવનારા ખેલો સામે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસોના ધમધમાટોમાં પોલીસ સ્ટેશન અને આસપાસના સી.સી.ટી.વી.ફુટેજોની ચકાસણીઓના અંતે આજરોજ દાહોદ એલ.સી.બી.શાખાના પી.આઈ.એમ.એલ.ડામોરે પીપલોદ પોલીસ મથકમાં એક પોલીસ કોન્સ્ટેબલ, ૭ જી.આર.ડી. જવાનો, ૨ ટી.આર.બી.જવાનો સમેત ૧૫ આરોપીઓ સામે પીપલોદ પોલીસ મથક માંથી ૨૩ વિદેશી શરાબની પેટીઓ ચોરી જવાના ચોંકાવનારા મામલે ઈ. પી.કો.૩૭૯, ૧૧૪ અને પ્રોહીબિશન એકટની કલમ ૬૫(e), ૮૧ મુજબ ગુન્હો દાખલ કરીને ૮ આરોપીઓને ઝડપી પાડીને સપાટો બોલાવ્યો હતો. એમાં પીપલોદના ઈન્ચાર્જ પી.એસ.આઈ.ડી.આઈ.સોલંકી દ્વારા સતીષ ગણપતભાઈ પટેલ રહે. રેબારી (દે. બારીયા) અને પ્રકાશ મહેશભાઈ કોળી રહે.ધબુકા, (સીંગવડ) આ બન્ને આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરીને વિદેશી શરાબની ૨૪ બોટલો ઝડપી પાડીને બન્ને દબોચી લીધા હતા. પીપલોદ પોલીસ સ્ટેશન માંથી જ વિદેશી શરાબની પેટીઓની ચોરીઓ કરવાના ભેજાબાજ કર્મચારીઓના આ ચોંકાવનારા ગુન્હાની તપાસ દે.બારીઆના સી.પી.આઈ.કે.એન.લાઠીયાએ સંભાળી લીધી છે. જ્યારે લીમખેડાના એ.એસ.પી.ઈસીકાબેન જૈન આ પ્રકરણની તપાસો ઉપર બાજ નજરો રાખી રહયા છે.
ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ ૪૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂ દેવગઢ બારીઆના પીપલોદ પોલીસ મથકના કંમ્પાઉન્ડમાં મુકવામાં આવ્યો હતો ત્યારે આ વિદેશી દારૂની પેટીઓમાંથી ૨૩ પેટીઓ ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાને થતા જ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. આ વિદેશી દારૂની ૨૩ પેટીઓની ચોરીના પ્રકરણમાં પોલીસ કોન્સ્ટેબલ, જી.આર.ડી. જવાન, ટી.આર.બી.જવાન સહિત કુલ ૧૫ વ્યક્તિઓ સામેલ હોવાનું જણાતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ આરોપીઓ સામે ગુન્હો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પીપલોદ પોલીસ સ્ટેશનમાં વિદેશી શરાબની ૨૩ પેટીઓના ચોરી પ્રકરણના આરોપીઓના નામ
(૧) સતીષકુમાર ગણપતભાઈ પટેલ રહે.ગામ. રેબારી,તા. દેવગઢ બારીયા, (૨) પ્રકાશકુમાર મહેશભાઈ કોળી રહે.ધબુકા, ગામ. જામદરા, તા. સીંગવડ, (૩) નંદુ ઉર્ફે રવિન્દ્રકુમાર પ્રતાપભાઈ પટેલ રહે.ગામ. પંચેલા, તા. દેવગઢ બારીયા, (૪) વિપુલકુમાર વિનોદભાઈ સોલંકી રહે.ગામ.સાલીયા, તા. દેવગઢ બારીયા, (૫) જયેશકુમાર ગજુભાઈ સોલંકી રહે.ગામ. સાલીયા, તા. દેવગઢ બારીયા, (૬) દિલીપકુમાર મણીલાલ બારીયા રહે.ધબુકા,ગામ. જામદરા,તા. સીંગવડ, (૭) ધર્મેન્દ્રકુમાર જશવંતસિંહ બારીયા રહે.ગામ. સાલીયા, તા. દેવગઢ બારીયા, (૮) રાજેન્દ્રકુમાર ચંન્દ્રસિંહ પટેલ રહે.ગામ. પીપલોદ, તા. દેવગઢ બારીયા, (૯) અર્જુનભાઈ નરવતભાઈ પટેલ રહે.ગામ. અંતેલા, તા. દેવગઢ બારીયા, (૧૦) શૈલેશભાઇ ગોપાલભાઇ પો.કો. રહે.ગામ. પીપલોદ, તા. દેવગઢ બારીયા, (૧૧) એક અજાણ્યો રીક્ષાવાળો, (૧૨) એક બલ્યુ કલરની સ્વીફટ ગાડી વાળો, (૧૩) પીપલોદ બજારમાં દુકાનમાં શોપીંગ સેન્ટરમાં નોકરી કરે, (૧૪) જીતેન્દ્રભાઇ ફુલસીંહ સોલંકી
રહે.ગામ. પીપલોદ, તા. દેવગઢ બારીયા અને (૧૫) અરવીંદભાઇ બળવંતભાઇ સોલંકી
રહે.ગામ. પીપલોદ, તા. દેવગઢ બારીયા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8