@RUTUL PRAJAPATI , ARVALLI
મોડાસાના માલપુર રોડ પર આવેલા એક રહેઠાણ વિસ્તારમાં આવી ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મોડાસાના માલપુર રોડ પર આવેલા કોરલસીટી રેસિડેન્સી પાસેથી એક સેન્ટ્રો કાર લઈ એક ચાલક પસાર થતો હતો. એવામાં અચાનક કારમાંથી ધુમાડા નિકડવાના શરૂ થયા હતા. જેથી કાર ચાલક સિફત પૂર્વક કાર ઉભી રાખી નીચે ઉતરી જતા આબાદ બચી જવા પામ્યો હતો. કારચાલકે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઘટનાસ્થળે આવી પહોંચ્યું અને આગને કાબૂમાં લીધી હતી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.