સહકારી માળખા માં પાયાની ઈટ ગણીએ તો ગ્રામકક્ષા એ સેવા સહકારી મંડળીઓ હોય છે ગામ ના આગેવાનો કે પછી રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ ભેગા મલી ને ખેડૂતો તેમજ પશુ પાલકો ને મદદ કરવા રજીસ્ટર મંડળીઓ નોંધાવી ને નાના પાયે સેવા સારું કરે છે અને ત્યાર બાદ ધીરે ધીરે મંડળી ના સભ્યો ની જાણ બહાર કે સભ્યો ની મુક સમંતી થી બેંક માં થી મોટું ધિરાણ મેળવવા માં આવે છે અને મંડળી ના પ્રમુખ મંત્રી ની મિલી ભગત થી,લાખો કરોડો, ની લોન કે અન્ય રીતે રૂપિયા ભેગા કરવા માં આવે છે અને પછી મંડળી ના મંત્રી કે પ્રમુખ ની દાનત બગડતી હોય છે અને પછી રૂપિયા ઓળવી જતા હોય છે અને આખરે સભ્યો ના પૈસા પરત આવતા નથી તેમજ મંડળી ને ફડચામાં લઇ જવામાં આવતી હોય છે ત્યારે ચાણસ્માના મીઠી ધારિયાલ ના એક મંડળી ના મંત્રીએ સભ્યો ના નાણાં ઓહિયા કરી લીધા હતા આ અંગે સભ્યો અને મંડળી ના પ્રમુખ એ આખરે પોલીસ તંત્ર ની વાટ પકડી હતી
મીઠી ધારિયાલના પટેલ કિર્તીભાઇ ડાહ્યાભાઈ ગામના સભ્યો સાથે સેવા સહકારી નામની મંડળી બનાવી ને તેઓ 2018 મંત્રી બન્યા હતા તેઓના કર્યકાલ,2018.થી 31.03.23 સુધી ના તેમના કાર્યકાળ માં મંડળીની સિલક રૂપિયા 1,12,63,660,તેમજ વ્યાજ 22,63,770 મળી કુલ રૂપિયા 1,35,27,431 ની કાયમી ઉચાપત કરતા મંડળી ના સભ્યો ને રોવાનો વખત આવ્યો
આ અંગે સેવા સહકારી મંડળીના પ્રમુખ કિર્તીભાઇ મોહનભાઈ પટેલ એ ચાણસ્મા પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી હતી
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
News anchor murder: બોયફ્રેન્ડએ ગળું દબાવી હત્યા કરી, પાંચ વર્ષ પછી પોલીસે બહાર કાઢ્યો મૃતદેહ