અરવલ્લીના મોડાસા ખાતે ભૂકંપ આપત્તિ અંતર્ગત NDRFની ટિમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી..શહેરની કે. એન.શાહ હાઈસ્કૂલ ખાતે NDRFની ટિમ દ્વારા ડીઝાસ્ટર ભૂકંપ સમયે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી ડીઝાસ્ટર કંટ્રોલ વિભાગ મોડાસા ખાતે ભૂકંપ અંગેની ઓન સાઇટ મોકડ્રીલ NDRF અને ડિઝાસ્ટર અને ફાયરની ટીમના સહયોગથી યોજાયું હતું. જેમાં ભૂકંપ સંદર્ભે પૂર્વ તૈયારી, ઉપલબ્ધ સાધન સામગ્રી, મેન પાવર અને રીસપોન્સ ટાઇમની ચકાસણી કરી હતી. સમગ્ર મોકડ્રીલનું નિરીક્ષકો દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન તબીબ અધિકારીઓ, સિવિલ સ્ટાફ, ફાયરકર્મીઓ હાજર રહ્યા. ફાયરબ્રીગેડ દ્વારા અલગ અલગ જેટલા નિદર્શનો થકી ભૂકંપ સમયે બચાવ કામગીરી કેવી રીતે થઇ શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને ગોલ્ડન ટાઇમમાં સારવાર અપાઇ છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા બાકીના દર્દીઓમાં ગભરાટ ફેલાય તે માટે કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યુ હતું. તબક્કે ઉંમરલાયક દર્દીઓ, મહીલાઓ અને બાળકો જેવા વલ્નરેબલ ગૃપને પ્રાથમિકતા આપવાની બાબત ઉજાગર રહી હતી. U/S અજય કે.આર.સિંઘ (DC) અને U/C ઇન્સપ સાગર મલ કુલહારી દ્વારા મોકડ્રિલનું નિરક્ષણ કરવામાં આવ્યું. આ મોકડ્રિલમાં તમામ લાઇન વિભાગ, પ્રાંત અધિકારી મોડાસા, મામલતદાર મોડાસા, તાલુકા વિકાસ અધિકારી, ફાયર ઓફિસર, ચીફ ઓફિસર, જિલ્લા શિક્ષણાધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આર એન્ડ બી સ્ટેટ વગેરે તમામ સ્થળ ઉપર હજાર રહ્યા હતા.મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8