પેઢમાલામાં લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે શ્રી પેઢમાલા માઈ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ હોમાત્મક રઘુરૂદ્રમાં મુખ્ય યજમાન તરીકે શ્રી પેઢમાલા માઈ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન મુકેશકુમાર કરુણાશંકર ભટ્ટ પરિવારે ધર્મલાભ લીધો હતો. સમગ્ર લઘુરૂદ્રની પૂજા શાસ્ત્રી યતીનભાઈ (બાવસરવાળા) દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રદ્ધાળુઓ ગ્રામજનોએ મોટી સંખ્યામાં દર્શન અને મહા પ્રસાદીનો લાભ લીધો હતો.
(જુગલ જોશી)