@પાર્થો અલ્કેશ પંડ્યા પાટણ
રાજ્ય માં ચોમાસુ ચાલુ છે પરંતુ મેઘરાજા એ ઓગષ્ટ પૂરો થવા આવ્યો છે પણ મેઘરાજા એ વર્ષવા નું નામ નથી લીધું ત્યારે પાટણ જિલ્લા માં પાણી સમસ્યા ઊભી થઈ છે એક બાજુ પેટા કેનાલો ખાલી છે તેને લઈ ખેતી માટે સિંચાઇ નું પાણી મળતું નથી બીજી બાજુ સમી ના કેટલાક ગામડાઓ માં ઉનાળા જેવી સ્થિતિ ઊભી થઈ છે ગામડાઓ માં આવેલ પાણી ની ટાંકીઓ માંથી ગામ ની મહિલાઓ યુવતીઓ પાણી ખેચી ને બેડા ભરે છે તો ત્રીજી બાજુ પાણી ની ચોરી નો વિડિઓ વાયરલ થયો છે જેમાં સમી પાણી પુરવઠા વિભાગ દ્વારા કેટલાક ગામડાઓ માં પીવાના પાણી ની પાઇપ લાઈનો નાખવા માં આવી છે ત્યારે પાણી ના માફીયાઓ પાણી ની ચોરી કરી રહ્યા છે સમી થી રણાવાડા ની પાઇપ લાઈન માં 40 થી 50 કનેક્શન ગેર કાયદે છે ત્યારે એક ટ્રેકટર માં પ્લાસ્ટિક ની 100થી 300 લીટર પાણી ની ટાંકી ઓ માં પાણી ઠલવાઈ રહ્યું છે અને એક બે નહિ પણ 10 જેટલી ટાંકીઓ દેખાય છે આમ હાલ પાણી ની કુત્રિમ સમસ્યા સર્જાઈ છે અધિકારીઓ બીકના માર્યા કે પછી સેટિંગ ના કારણે ધ્યાન નથી આપતા તેવો આક્રોશ ગ્રામજનો માં જોવા મળ્યો છે
વિડિયો