પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
ભાઈ બહેનના પવિત્ર બંધન અને સંબંધ એટલે બળેવ રક્ષાબંધન બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી તહેવાર ઉજવે છે પરંતુ ગુજરાતનું એક ગામ જ્યાં રક્ષાબંધનનું પર્વ છેલ્લા 800 વર્ષથી ઉજવાતું નથી અને રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવણી થાય છે,આ દિવસે બહેનો ભાઈ ને ત્યાં રાખડી બાંધવા આવે છે અને રક્ષા બંધનની ઉજવણી થાય છે. પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જ્યાં બહેન આ દિવસે પોતાના ભાઈને રાખડી નથી બાંધતી.
જીહા… પાટણ એક એવું નગર છે કે અહી ભૂતકાળના ઇતિહાસ તરફ નજર દોડાવવી એ તો અનેક રસપ્રદ ઈતિહાસ ધરબાયેલો છે. આ ઇતિહાસને આજની વર્તમાન પેઢીને યાદ કરાવવો જરૂરી છે આવતીકાલે રક્ષા બંધન છે ત્યારે ઇતિહાસમાં બનેલ એક ઘટનાને ફરી એક વખત યાદ કરવી જરૂરી છે. જ્યારે ગુજરાતની બહેનો પોતાના ભાઈ માટે આયુષ્યની કામના માટે રાખડી બાધશે ત્યારે ગોધાણા ગામે રક્ષાબંધનની ઉજવણી નહિ થાય.
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ આ ગામમાં પાછલા 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી અને તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસે પેઢી દર પેઢી સચવાયેલો છે. ગોધાણા ગામના ઇતિહાસની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ગામમાં હરીફાઈ નું આયોજન થયું હતું જે હલિયા નામની રમત જીતવાની શરત હતી અને તે વખતે રક્ષાબંધનનો દિવસ હતો.અને તે સમયે સમગ્ર ગામ તળાવની પાળે ઉમટ્યું હતું અને લોકો માં અનેરો ઉત્સાહ હતો. હલિયાની રમતમાં તળાવમાં નારિયેળ ફેંકવામાં આવ્યા હતા. જે યુવક પહેલા એ નારિયેળ લઈ ને આવે તેનું ગ્રામજનો સન્માન કરતા હતા.
આ રમતમાં ભાગ લેવા ગામના નાડોદા સમાજના 2, ઠાકોર સમાજના એક, અને દરબાર સમાજના એક,મળી કુલ ચાર યુવાનો તળાવમાં છલાંગ લગાવી હતી પણ તેઓ બહાર આવ્યા નહિ સમય વીતવા લાગ્યો 24 કલાક થયા પણ યુવાનો બહાર ના આવ્યા.
આમ એક બાજુ ગ્રામજનો તેમજ યુવાનોના કુટુંબ રાહ જોતું હતું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હતો,અને દિવસો પર દિવસો શરૂ થયા ત્યાં અચાનક એક ઘટના બને છે. ગામના એક પટેલને 28 દિવસે સપનું આવ્યું હતું અને ગોધણશા પીર બાબાએ સ્વપ્નમાં કહ્યું હતું કે આજે ભાદરવા સુદ તેરસના દિવસે તમો ઢોલ નગારા લઈને તળાવની કિનારે જશો ત્યારે આ ચાર યુવાનો તળાવમાંથી બહાર આવતા દેખાશે પટેલ એ ગ્રામજનો ને સ્વપ્ન ની વાત કહેતા ગ્રામજનોમાં આશા સાથે ઉત્સાહનું વાતાવરણ ઉભુ થયુ હતું બીજી બાજુ 28 દિવસમાં સમાજના રીત રિવાજ મુજબ આ યુવાનોનું કારજ થઈ ગયું હતું અને પરિવારો શોકમાં ગરકાવ હતા.
ત્યારે સ્વપ્નની વાત ગ્રામજનોને કરતા ગ્રામજનો તળાવની પાસે ગયા અને ચમત્કાર થયો સ્વપ્ન સાચું પડ્યું હતું, ચારે યુવાનો હેમખેમ બહાર આવતા દેખાય હતા.
લોકવાયકા હતી કે યુવાનો જ્યારે તળાવમાં પડ્યા ત્યારે શ્રાવણી પૂનમ હતી રક્ષા બંધનનો તહેવાર હતો. ત્યારે યુવાનોના ગામમાં એ દિવસે રક્ષા બંધનની ઉજવણી થઈ ન હતી. જ્યારે યુવાનો તળાવમાંથી બહાર આવ્યા ત્યારે ભાદરવા સુદ તેરસ હતી અને યુવકો હેમખેમ પાછા આવતા ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો અને એ દિવસે તમામ બહેનો એ તેમના ભાઈઓને રાખડી બાંધી ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો બસ પછી 800 વર્ષથીએ પરંપરા આજે પણ અકબંધ રહી છે, અને રક્ષાબંધનનો દિવસ હતો અને ગામમાં તે દિવસે આ પર્વ ઉજવણી થઈ ન હતી આમ ગોધાણા ગામમાં રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે