@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
લોકસભાની હુન્ટની જાનિક આવી રહી છે. ત્યારે તોડજોડું રાજકારણ પણ પૂર જોશમાં ખીલ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે બહુમતી મેળવ્યા બાદ હવે ગુજરાત રાજ્યમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપનું લક્ષ્ય છે. અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના 200 થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તમામ નેતા અને કાર્યકર્તાને ખેસ પહેરી કેસરિયા રંગે રંગાયાં છે.
આ તમામ લોકો અરવલ્લી જિલ્લામાં સહકારી સંગઠન સાથે સંકળાયેલા હતા. મોડાસા,ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો,મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ ભાજપમાં જોડાયાછે. કોંગ્રેસના પૂર્વ જિ.પં.કારોબારી ચેરમેન અને સાબરડેરી ડિરેક્ટર સચિન પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો છે. સાથે ધનસુરા યાર્ડના વા.ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. બાયડ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરીથી ભાજપમાં જોડાયા છે. બાયડના કોંગ્રેસ નેતા દોલતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે.
ઉલ્લેખની છે કે, ૩૦ થી ૪૦ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સનિષ્ઠ કહી શકાય તેવા કાર્યકરો ચૂંટણી પહેલા કોંગ્રેસ ને રામ રામ કહી દીધું છે. તો સાથે આપ પાર્ટીના ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો છે.