પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. ફુલ સ્પીડમાં આવતી કાર આઈસર ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતને લઈને સમી પોલીસે તપાસ હાથ ધરી છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનોએ તેમના ભાઈઓ ગુમાવ્યા. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો.
આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા. જો કો આ ત્રણેય મૃતકો રાધનપુરના હોવાનું સામે આવ્યુ. તો મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી હતી.
સમી શંખેશ્વર રોડ પર વહેલી સવારે એક માર્ગ અકસ્માતની કરૂણ ઘટના બની હતી. સમી શંખેશ્વર રોડ પર વહેલી સવારે આઇસર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક વેગન આર ધડાકા ભેર અથડાઈ હતી અને આ અકસ્માત માં 3 યુવકોને કાળ ભરખી ગયો હતો.
મૃતકો રાધનપુર બાજુના હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ને કાર્યવાહી હાથ ધરી મૃતકો ને સમી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા. નોંધનીય છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને સપરમાં દહાડે કરૂણ ઘટના બનતા બહેને પોતાના ભાઈ ગુમાવ્યા તો પરિવાર માં શોક નો માહોલ