suicide: સુરતમાં રોજે રોજ આપઘાતના (suicide) બનાવો બની રહ્યાં છે. ત્યારે રાંદેર વિસ્તારમાં 20 વર્ષીય યુવકે ઘરના ટોયલેટમાં ગળે ફાંસો લગાવ્યો હતો. એંગલ સાથે કેસરી કાપડનો ટુકડો બાંધીને ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. મૂળ રાજસ્થાનનો અને રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે 20 વર્ષીય રામચંદ્ર નારાયણ મવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો.
રામચંદ્રને પરિવારમાં માતા-પિતા અને બે ભાઈ છે. પરિવાર વતનમાં રહે છે. રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં બે મહિના પહેલા જ આવ્યો હતો. સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો.રામચંદ્ર ઉતરાયણ પર વતન પરિવાર પાસે ગયો હતો ત્યારબાદ ચાર દિવસ પહેલા જ સુરત પરત આવ્યો હતો. ગતરોજ રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કેસરી કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ જાણ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તેને મૃત જાહેર કરાયો હતો.
હાલ તો રામચંદ્રના આ પ્રાર્થના લઈને કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે પરિવારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે. પરિવારે સૌથી નાનો દીકરો ગુમાવતા શોખનો માહોલ છવાઈ ગયો છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
‘ASI હિન્દુત્વની ગુલામ…’ જ્ઞાનવાપીનો સરવે રિપોર્ટ જોયા બાદ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં
થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત, 10 જેટલા ઈજાગ્રસ્ત
love jihad: ઓફિસમાં લવ જેહાદ! છોકરીને ફસાવી, બળાત્કાર ગુજાર્યો અને પછી તેનો ધર્મ બદલાવવાનો પ્રયાસ