બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો
…………………………
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમા રહેતા મુસ્લિમ ખત્રી બાવીtસી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહન માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ નો કાર્યક્રમ બોડેલીની એમ.ડી.આઈ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો
આમ તો ગુજરાતભરમા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના પરિવારો રહે છે જેમાં બોડેલી વડોદરા આમોદ રાજપીપલા ડભોઇ પાવીજેતપુર અંકલેશ્વર ભરૂચ મા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના લોકોની વસ્તી ધરાવે છે આ સમાજની સૌથી વસ્તી બોડેલી ખાતે રહે છે
છેલ્લા કેટલા વર્ષોથી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ હરણફાળ ગતિ થી આગળ વધી રહ્યા છે
ત્યારે સમાજ ઉપયોગી તેમજ દેશના સર્વાંગી વિકાસના કાર્યો માટે સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જીનીયર, વકીલ,સાયન્ટિસ, વહીવટી તંત્ર ના હોદ્દા પ્રાપ્ત કરી સમાજ ઉપયોગી કાર્યો મા ભાગીદાર બને તે તરફ સમાજ ના વિદ્યાર્થીઓ આગળ વધી રહયા છે
દરેક સમાજના લોકો ઇચ્છતા હોય છે ત્યારે બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ તેમજ દેશનુ નામ રોશન કરે હેતુથી સમાજમાં ઉચ્ચ ગુણ મેળવેલા તેમજ સારા ટકા લાવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ બોડેલી ની એમ ડી આઈ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમા ધોરણ પાંચ થી બાર,તેમજ MBBS, ગ્રેજ્યુએટ,થયેલા કુલ 100 તેમજ હાલ મા આવેલ નિટ ની પરીક્ષા મા પાસ થયેલા બે વિદ્યાર્થી ઓને સન્માનિત કરવામા આવ્યા તેમજ વિવિધ શૈક્ષણિક ઉપલબ્ધી પામેલા વિદ્યાર્થીઓ ને સન્માન કરી પ્રોત્સાહન ઇનામ આપવામા આવ્યા હતા
આ આયોજન મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં બોડેલી ખત્રી પંચના પ્રમુખ ફજલભાઈ દાદાવાલા, ખત્રી ઈબ્રાહીમભાઇ એડવોકેટ, ડોક્ટર ખત્રી હનીફ ભાઈ, ખત્રી ખલીલભાઈ ઝમ-ઝમ વાલા, ખત્રી સલીમભાઈ ફેહમી વાલા, ખત્રી રહીમ ભાઈ ભયજી વાલા, ખત્રી મુબારક ભાઈ કલારાણી વાલા સહીત ના આગેવાનો ના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણી તેમજ નવ યુવાનો દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર