- ગૃહ માતાની વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
- પાટણ શિક્ષણ વિભાગમાં મચી દોડધામ
- સીઆરસી તાત્કાલિક દોડી આવ્યા
- આચાર્ય, ગૃહ માતા ,પાટણ શિક્ષણ કચેરીએ પહોંચ્યા તપાસના આદેશ અપાયા
@partho alkesh pandya, patan
હારીજ સ્તિથ મોડર્ન સ્કૂલ માં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી અંદાજે 80 થી વધુ બાલિકાઓ કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાં રહે છે હોસ્ટેલમાં એકાએક આજે એટલે કે ગુરુવારની સવારે હોબાળો સર્જાયો હતો તેમાં વાલીઓ સાથે વિદ્યાર્થીનીઓ એસ રજૂઆત કરી હતી કે હોસ્ટેલના ગૃહમાંતા માનસિક રીતે હેરાન કરે છે અને અમને અમારી સમજ બહારની વાતો અને દ્વિઅર્થી ભાષામાં વાતો કરે છે, પ્રેમ લગ્નની વાતો કરે છે, લવની વાતો કરી હેરાન પરેશાન કરે છે ,તેવી રજૂઆત થતા વિદ્યાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો અને ફરી એકવાર શિક્ષણ આલમ ચરચામાવાવ્યું,સમગ્ર મામલો પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં પહોંચતા તાત્કાલિક સી.આર.સીને મોકલવામાં આવ્યા હતા અને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. તો સામા પક્ષે ગૃહમાંતા સુહાસીનીબેન પટેલે આ અંગે ટેલીફોનિકમાં જણાવ્યું કે હું રાપરથી હમણાં જ બદલી થઈને અહીં આવી છું અને મને એક મહિનો થયો છે વિદ્યાર્થીનીઓ આક્ષેપો પાયાવિહીન છે અને તેમને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની સમક્ષ જવાબો લખાવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ શિક્ષણ આલમમાં વધુ એક વિવાદાસ્પદ ઘટના બહાર આવીછે જેમાં હારીજની મોડર્ન સ્કૂલ માં અભ્યાસ કરતી અને કેબીજી હોસ્ટેલ માં રહેતી વિદ્યાર્થીનીઓ એ ગૃહમાતા સામે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચાર કરતા મામલો ગંભીર બન્યો હતો પાટણના સિદ્ધપુરના નર્સિંગ કોલેજ ની ઘટના તાજી છે જ્યાં એક વિદ્યાર્થીએ પ્રોફેસરોને કારણે આત્મહત્યા કરી તે આક્ષેપ ની ઘટના ની સાહી સુકાઈ નથી ત્યાં હરીજની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓની સાથે ગૃહમાતાની વિવાદાસ્પદ વર્તણૂક તેમજ વિદ્યાર્થીનીઓ નો આક્ષેપ એવો છેકે આ બહેન અમોને એવું કહેછે કે પ્રેમ કેવીરીતે કરવો પ્રેમ લગ્ન કરવા છે તેમજ ગંદી ભાષા માં દ્વિઅર્થી વાતો કરે છે તેને લઈ હોબાળો કરતા આજે વાલીઓ દોડી આવ્યા હતા અને ત્યારબાદ મામલો ગુચવાયો હતો અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હારીજ ખાતે બી આર સી પીઆઈ, સહિત શિક્ષણ અધિકારીઓ દોડી આવ્યા હતા આ હોસ્ટેલ માં
કુલ 80 થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ માં રહે છે
ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અહી રહે છે કેટલીક વિદ્યાર્થીનીઓ એ રડતા રડતા વાલીઓ સમક્ષ ગૃહમાતા ના માનસિક ત્રાસ ની વાત કરી હતી
આ લખાય છે ત્યાં સુધી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ની બહાર અને સ્કૂલ માં બેસી રહી છે અને આચાર્ય તેમજ ગૃહમાતા હારીજ આવે પછી શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8