@PARTHO ALKESH PANDYA
પાટણ જિલ્લાના હારીજ શહેરના ઠાકર નરેશકુમાર બળદેવભાઈ દ્વારા હારીજ નગરપાલિકા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની એક અરજી ચીફ ઓફિસર વર્ગ એક પ્રાદેશિક કમિશનર ગાંધીનગરને કરવામાં આવી હતી જે અરજી અનુસંધાને પ્રાદેશિક કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા અરજદાર દ્વારા આ અરજી ની માહિતી માગવામાં આવી હતી જેને સમય મર્યાદા પૂર્ણ થતા પણ પ્રાદેશિક કમિશનર ચીફ ઓફિસર વર્ગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
જેને લઈ પ્રથમ અપીલ અધિક કલેક્ટર ગાંધીનગર ને અરજદાર દ્વારા કરવામાં આવી હતી છતાં પણ અરજદારને માહિતી ન મળતા રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં તારીખ 23 6-2023 ના રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજદારને રાજ્ય માહિતી આયોગ ના હુકમનો કોઈ માહિતી ન આપતા રાજ્ય માહિતી આયોગ કમિશનર દ્વારા 10000 નો દંડ પ્રાદેશિક કમિશનર ચીફ ઓફિસર વર્ગ એક તિલકચંદએ શાસ્ત્રીને અરજદારને માહિતીને ન આપવા બદલ રૂપિયા 10000 નો દંડ કરવામાં આવ્યો
જ્યારે આજે અરજદારને રાજ્ય માહિતી આયોગ નો હુકમ મળેલ જેમાં ₹5,000 નો દંડ કરવામાં આવેલ જેથી અરજદાર આ હુકમથી નારાજ છે તો સુનવણી વખતના ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર દ્વારા બોલીને કરવામાં આવેલ 10000 નો દંડ લેખિત કરવામાં આવેલ છતાં ₹10,000 ના દંડને બદલે 5000 નો દંડ હુકમ મળતા અરજદાર નારાજ થયા છે અને આ બાબતે રાજ્ય માહિતી આયોગમાં તારીખ 23 6-2023 ની સુનવણી માહિતી માગવામાં આવી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8